Gujarat Rain : રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો આંકલાવાના ચમારા ગામમાં પણ 8 લોકો નદીના તટમાં ફસાયા છે. તંત્ર પાસે ફસાયેલા લોકોએ મદદ માટે અપીલ કરી છે. મહીનદીના પાણી ખેતરમાં ફરી વળ્યાં છે. જેના પગલે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. તો કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થયા છે.
આ પણ વાંચો :Rain Breaking : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 204 તાલુકામાં વરસ્યો વરસાદ
પરંતુ અત્યાર સુધી હજુ તંત્ર મદદે પહોંચ્યુ નથી. તો બોરસદના ગાજણા ગામે મહિસાગર ગામે મહીસાગર નદીમાં 13 લોકો ફસાયા છે. રાત્રિ દરમિયાન એકા એક પાણીનો પ્રવાહ વધતાં બહાર નીકળી શક્યા ન હતા. નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા. જેમાં ગઈકાલે રાત્રેથી ઝાડ પર બેસેલા 13 લોકો ફસાયા છે. ઝાડ પર ફસાયેલા લોકોએ વીડિયો શેર કર્યો છે. ફસાયેલા 13 લોકોને એરફોર્સ દ્વારા બચાવવામાં મદદ લેવાશે.
વડોદરાના પાદરાના ડબકા ગામે ફસાયેલા લોકોને બચાવવાયા છે. ડબકા ગામના લાભા વિસ્તારમાં 4 લોકો ફસાયા છે. જેમાં એક વૃદ્ધા અને મહિલા સહિત 4 લોકો ફસાયા હતા. જેમને સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી તમામ લોકોને બચાવાયા છે. આરોગ્ય વિભાગની ટીમે તમામનું ચેકઅપ કરીને જરુરી દાવાઓ આપી છે. મહીસાગર નદીનું પાણી અચાનક સીમ વિસ્તારોમાં ફરી વળતા લોકો ફસાયા હતા. પોલીસ અને સ્થાનિક યુવકોએ બચાવકાર્ય હાથ ધર્યુ હતુ. હજુ પણ કેટલાક પશુઓ પાણીમાં ફસાયા હોવાની માહિતી મળે છે.
Published On - 12:35 pm, Mon, 18 September 23