વિશ્વકપમાં ભારત હારતા, શિવસેનાના સંજય રાઉતે કર્યો કટાક્ષ, કહ્યું- ભાજપ હવે ઓસ્ટ્રેલિયામાં ઈડીને મોકલે
ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ, ચૂંટણીલક્ષી માહોલમાં વિવિધ રાજકીયપક્ષોએ ભાજપ ઉપર વાક્પ્રહારો કરવાનુ શરુ કર્યું છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ભાજપ ઉપર કટાક્ષ કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવતા ભાજપે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના ઘરે તપાસ માટે મોકલવું જોઈએ.
ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો છ વિકેટે પરાજય થતા, શિવસેનાના સંજય રાઉતે કટાક્ષ કર્યો છે. સામાન્ય રીતે દેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ સહીત કેન્દ્રીય તપાસ એજન્સીની કામગીરીને લઈને, વિપક્ષ દ્વારા ભાજપ અને કેન્દ્ર સરકાર ઉપર અવારનવાર રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતા રહ્યાં છે. આને લઈને, સંજય રાઉતે પણ વધુ એક કટાક્ષ કર્યો છે.
સંજય રાઉતે કહ્યું કે, ભારતની હારથી દરેક ભારતીય દુખી છે. પરંતુ ભાજપને લાગતુ હતું કે, ક્રિકેટનો વિશ્વ કપ તેઓ જ જીતશે. ઓસ્ટ્રેલિયાની સામે ટીમ બીજેપી રમશે. પરંતુ કમનસીબે આપણે હારી ગયા. તો હવે આપણી ઈડીને તપાસ માટે ઓસ્ટ્રેલિયામાં મોકલો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના ઘરે દરોડા પડાવો. જાણો સંજય રાઉતે શુ કહ્યું ?
