જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક, નહીંતર થશે મોટું નુકસાન

| Updated on: Dec 21, 2024 | 7:18 PM

આજના યુગમાં આપણા લગભગ તમામ કામ ફોન દ્વારા થાય છે. આવી સ્થિતિમાં, જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો તમારે તમારું સિમ બ્લોક કરાવવું જોઈએ. અન્યથા તમારા મોબાઈલ નંબરનો દુરુપયોગ થઈ શકે છે. આ ઉપરાંત તમારો મોબાઈલ પણ બ્લોક કરાવવો જોઈએ.

જો તમારો મોબાઈલ ફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય, તો તમે ગભરાઈ જાઓ છો અને કેટલીક બાબતોને નજરઅંદાજ કરો છો. જે તમને નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે આજના યુગમાં આપણા લગભગ તમામ કામ ફોન દ્વારા થાય છે. આવી સ્થિતિમાં, જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો તમારે તમારું સિમ બ્લોક કરાવવું જોઈએ. અન્યથા તમારા મોબાઈલ નંબરનો દુરુપયોગ થઈ શકે છે.

ફોન ચોરાઈ જાય તો, સૌ પ્રથમ તમારે તમારું સિમ કાર્ડ બ્લોક કરાવવું જોઈએ. આ સાથે ચોર તમારી બેંકિંગ અને અંગત વિગતોને એક્સેસ કરી શકશે નહીં. જો તમે સમયસર સિમ કાર્ડ બ્લોક નહીં કરો, તો તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે. તો સાયબર છેતરપિંડી કરનારા લોકો તમારો ફોન પકડતાની સાથે જ તમારું એકાઉન્ટ સરળતાથી ખાલી કરી શકે છે. તેથી સિમ કાર્ડને બ્લોક કરવાની સાથે મોબાઈલ બ્લોક કરાવો પણ ખૂબ જ જરૂરી છે.

CEIR પોર્ટલની મુલાકાત લો

તમને જણાવી દઈએ કે, જો તમારો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય છે, તો તમે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલ દ્વારા મોબાઈલને બ્લોક કરાવી શકો છો. તમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા ફોનને પણ ટ્રેક કરી શકો છો. આ પોર્ટલ પર મોબાઈલ નંબર, IMEI નંબર, FIR નંબર જેવી વિગતો ભરવાની રહેશે, આ પછી તમારું બધું કામ થઈ જશે.