આત્માનું વજન કેટલું હોય ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

|

Aug 25, 2024 | 5:03 PM

એક રિસર્ચમાં એ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આત્માનું પણ વજન હોય છે. આ રિસર્ચ વર્ષ 1901માં ડંકન મૈકડગલ નામના ડૉક્ટરે તેમના ચાર સાથીદારો સાથે કર્યું હતું. તેમણે 6 લોકો પર આ પ્રયોગ કર્યો હતો. જેમાં આ લોકોનું મૃત્યુ પહેલાનું વજન અને મૃત્યુ બાદનું વજન કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

આત્મા શું છે, તે શરીરમાં કેવી રીતે પ્રવેશે છે અને શરીરમાંથી કેવી રીતે બહાર નીકળે છે તે અંગે આજ સુધી વિજ્ઞાન કોઈ નક્કર પુરાવા લાવી શક્યું નથી. જો કે, એક રિસર્ચમાં એ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આત્માનું પણ વજન હોય છે. આ રિસર્ચ વર્ષ 1901માં ડંકન મૈકડગલ નામના ડૉક્ટરે તેમના ચાર સાથીદારો સાથે કર્યું હતું.

આ પ્રયોગ તેમણે 10 એપ્રિલ, 1901માં કર્યો હતો. તેમણે 6 લોકો પર આ પ્રયોગ કર્યો હતો. જેમાં આ લોકોનું મૃત્યુ પહેલાનું વજન અને મૃત્યુ બાદનું વજન કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ડૉક્ટરે ડંકન મૈકડગલ જણાવ્યા અનુસાર, વ્યક્તિનું વજન મૃત્યુ પહેલા અને મૃત્યુ પછી બદલાઈ ગયું હતું અને આ તફાવત લગભગ 21 ગ્રામ હતો. એટલે કે મૃત્યુ પછી તેનું વજન 21 ગ્રામ ઘટી ગયું હતું. તેથી ડોકટરોએ તારણ કાઢ્યું કે આત્માનું વજન આશરે 21 ગ્રામ છે. જો કે, ઘણા ડૉક્ટરોએ આ વાત સ્વીકારી નહોતી.

Next Video