MONEY9: સ્ટોક માર્કેટમાં NFO શું હોય છે? તેનો લાભ કેવી રીતે ઉઠાવશો? જુઓ આ વીડિયો

|

Mar 08, 2022 | 2:58 PM

મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પહેલીવાર કોઇ સ્કીમને સબસ્ક્રિપ્શન માટે મૂકે છે , ત્યારે તેને NFO એટલે કે ન્યૂફંડ ઓફર કહેવાય છે.

જો તમે શેરબજાર (STOCK MARKET)માં રોકાણ કરતા હોવ અને બજાર પર નજર રાખતા હોવ તો તમે ન્યૂ ફંડ ઓફર (NFO) શબ્દ સાંભળ્યો હશે. આ શબ્દ કદાચ સાંભળ્યો તો હશે, પરંતુ તેનો અર્થ શું છે અને તેનો લાભ તમે કેવી રીતે લઈ શકો છે તે કદાચ તમને ખબર નહીં હોય. આવો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ. સૌ પહેલાં તે જાણી લઈએ કે આખરે આ NFO છે શું? મ્યુચ્યુઅલ ફંડ્સ (MUTUAL FUND) વિશે તો તમને ખબર જ હશે તો મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ જ NFO એટલે કે ન્યૂ ફંડ ઓફર લઇને આવે છે, એટલે કે મ્યુચ્યુઅલ ફંડનો પબ્લિક ઇશ્યૂ.

મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પહેલીવાર કોઇ સ્કીમને સબસ્ક્રિપ્શન માટે મૂકે છે , ત્યારે તેને NFO એટલે કે ન્યૂફંડ ઓફર કહેવાય છે. પરંતુ દરેક મ્યુચ્યુઅલ ફંડ્સની અલગ અલગ સ્કીમ્સ હોય છે તો પછી NFOમાં શું ખાસ હોય છે? મ્યુચ્યુઅલ ફંડ ચલાવનારી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ NFO બહાર પાડે છે. જેથી તમારા પૈસે તે નવું રોકાણ કરી શકે. લોકો સબસ્ક્રાઈબ કરશે અને મ્યુચ્યુઅલફંડ હાઉસને પૈસા મળશે અને આ જ પૈસાથી તેઓ ખરીદી કરશે.

આ પણ જુઓ: મ્યુચ્યુઅલ ફંડમાં ELSS એટલે શું? લૉક-ઈન પીરિયડનો નિયમ શું છે?

આ પણ જુઓ: ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં શું રોકાણ કરવું જોઇએ, તે FDથી અલગ કેવી રીતે હોય છે?

Next Video