Tax Master: ‘Self Assessment Tax’ એટલે શું? જો ના ખબર હોય તો જાણી લે જો, નહીતર…. જુઓ Video
ઘણા લોકો ITR તો ફાઇલ કરી લે છે પરંતુ વાત 'Self Assessment Tax' ની આવે ત્યારે અસમંજસમાં મુકાય છે. એવામાં ચાલો જાણીએ કે, આ 'Self Assessment Tax' શું છે અને તે ફાઇલ કેવી રીતે કરી શકાય.
Tax Master: ‘Self Assessment Tax’ એટલે કે ચોક્કસ નાણાકીય વર્ષ માટે ‘એડવાન્સ ટેક્સ’ અને ‘TDS/TCS’ બાદ કર્યા પછી આવક પર ચૂકવાય તે રકમ. સૌપ્રથમ ITR પોર્ટલ પર લૉગિન કરો પછી e-Pay Tax વિભાગમાં જઈને New Payment પર ક્લિક કરો.
ઇન્કમ ટેક્સ વિભાગ હેઠળ, Self Assessment Tax (Tax Code 300) પસંદ કરો. હવે Assessment Year યોગ્ય રીતે પસંદ કરો અને પેમેન્ટ મોડ પણ તમારી રીતે પસંદ કરો. Self Assessment Taxનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગથી કરી શકાય છે.
પેમેન્ટ થયા બાદ એક Challan જનરેટ થશે, જેને સાચવીને રાખો. ITR ફાઈલ કરો ત્યારે Tax Payble સેક્શનમાં BSR Code, Challan Serial Number અને Date of Payment દાખલ કરો. બસ આ સરળ રીતથી તમે તમારું ITR (Self Assessment Tax) ફાઈલ કરી શકો છો.

