રામ મંદિરની આજની પ્રથમ આરતીના કરો દર્શન, ભક્તો માટે મંદિરના કપાટ ખુલ્યા બાદની પ્રથમ આરતી નિહાળો

રામ મંદિરની આજની પ્રથમ આરતીના કરો દર્શન, ભક્તો માટે મંદિરના કપાટ ખુલ્યા બાદની પ્રથમ આરતી નિહાળો

| Updated on: Jan 23, 2024 | 2:34 PM

રામલલ્લાના શયન માટે 2 વાગ્યા સુધી દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ ભક્તોના દર્શન માટે દરવાજા એક કલાક વહેલા એટલે કે 1 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હવે દર્શનાર્થીઓને બેચમાં મંદિરની અંદર મોકલવામાં આવી રહ્યા છે.

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ બાદ આજે ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્યા છે. વહેલી સવારથી જ ભક્તો રામલલ્લાના દર્શન માટે ઉમટી પડ્યા છે. જય શ્રી રામના નારા સાથે મંદિર બહાર લાખોની ભીડ સવારથી જ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ સવારથી આરતીના દર્શન કર્યા હતા.

ભક્તો માટે પણ દર્શન ખુલ્લા મુકાયા

અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઇ ગયા છે અને મંદિર ટ્રસ્ટે ભક્તો માટે પણ દર્શન ખુલ્લા મૂક્યા છે. હવે ભક્તો શ્રી રામના રૂબરૂ દર્શન કરવા માટે આતુર બન્યા છે, ત્યારે મંદિરના અંદરના દર્શનનો અને આરતીનો એક વીડિયો સામે આવ્યો છે.   મંદિરના ગર્ભગૃહથી શ્રી રામની પ્રતિમાના આરતીનો આ વીડિયો જોઇને ભક્તો ઘરે બેઠા ભગવાન રામના દર્શનનો લ્હાવો લઇ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.

રામલલ્લાના શયન માટે 2 વાગ્યા સુધી દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ ભક્તોના દર્શન માટે દરવાજા એક કલાક વહેલા એટલે કે 1 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હવે દર્શનાર્થીઓને બેચમાં મંદિરની અંદર મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- અયોધ્યા રામ મંદિર દર્શન જનારા લોકો માટે સારા સમાચાર, 10 દિવસ બાદ ફ્લાઈટનું ભાડું થઈ જશે 70 ટકા સસ્તુ

રામ મંદિરમાં દરરોજ 5 વખત થશે આરતી

મહત્વનું છે કે પહેલાની જેમ રામ મંદિરમાં દરરોજ 5 વખત આરતી થશે. વહેલી પરોઢે 4 કલાકે રામ મંદિરમાં શૃંગાર આરતી કરાશે, બપોરે 1થી 3 કલાક સુધી રામલલાના દર્શન બંધ રહેશે. રામ મંદિરમાં સાંજે 7 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે.
રાત્રે 10 કલાકે શયન આરતી બાદ મંદિરના કપાટ બંધ કરાશે.

રામ મંદિરને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો