The Kashmir Files Trailer Out: કાશ્મીર ફાઈલ્સનું ટ્રેલર રિલીઝ થયુ, ફિલ્મ 11મી માર્ચે થશે રિલીઝ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 2:58 PM

આ ટ્રેલરમાં દર્શકોને તે સમયે કાશ્મીરમાં પ્રવર્તતા આતંક અને ભયાનક ગભરાટની ઝલક બતાવવામાં આવી છે, 'ધ કાશ્મીર ફાઈલ્સ' ટ્રેલર તમને લાગણીઓના રોલરકોસ્ટર પર લઈ જશે.

The Kashmir Files Trailer Out: કાશ્મીર ફાઇલ્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જોયા બાદ દર્શકો જબરદસ્ત રિએક્શન આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું ટ્રેલર જોઈને આત્મા કંપી જશે તો કોઈએ કહ્યું- આમાં આખું સત્ય જોવા મળશે. તમને જણાવી દઈએ કે ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’(The Tashkent Files) ની મજબૂત પકડ પછી નિર્માતા વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) કાશ્મીર (Kashmir Real Story) હત્યાકાંડના પીડિતોની સાચી વાર્તાઓ પર આધારિત વધુ એક ચોંકાવનારી, રસપ્રદ વાર્તા લઈને આવ્યા છે.

દર્શકોને તે સમયે કાશ્મીરમાં પ્રવર્તતા આતંક, ભયાનક ગભરાટની ઝલક આપતા ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર તમને લાગણીઓના રોલરકોસ્ટર પર લઈ જાય છે, જે દુ:ખદ ઘટના દરમિયાન પ્રગટ થઈ હતી. આ ફિલ્મમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પલ્લવી જોષી, પ્રકાશ બેલાવાડી, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો જોવા મળશે.

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી કહે છે, “કાશ્મીર નરસંહારની વાર્તાને મોટા પડદા પર લાવવી એ કોઈ સરળ કામ નથી અને તેને ખૂબ જ સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવું પડ્યું. આ ફિલ્મ આંખ ઉઘાડી દે તેવું વચન આપે છે અને પ્રતિભાશાળી કલાકારો સાથે દર્શકો આ RAW અને રિયલ નેરેટિવ દ્વારા ભારતીય ઈતિહાસની આ ઘટનાને ફરીથી જોઈ શકે છે.

ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત અભિનેત્રી પલ્લવી જોશી પણ જોવા મળશે

અભિનેત્રી પલ્લવી જોશી વધુમાં ઉમેરે છે “એક ફિલ્મ તેની સ્ક્રીપ્ટ જેટલી સારી હોય છે અને કાશ્મીર ફાઈલ્સ સાથે દર્શકો ખરેખર પાત્રો દ્વારા પસાર થતી લાગણીઓને અનુભવી અને સહન કરી શકે છે. ટીમમાં દરેક વ્યક્તિએ અભિનેતા તરીકે તેમના પાત્રોમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને આ આઘાતજનક અને દુઃખદ વાર્તા કહેવા માટે પ્રતિબદ્ધ છે.

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ક્યારે રિલીઝ થાય છે

‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, પલ્લવી જોશી અને વિવેક અગ્નિહોત્રી દ્વારા ઝી સ્ટુડિયો, IAMbuddha અને અભિષેક અગ્રવાલ આર્ટ્સના બેનર હેઠળ નિર્મિત છે. આ આકર્ષક ડ્રામા 11મી માર્ચ 2022ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : Shaakuntalam : સામંથા રૂથ પ્રભુનું ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું, અભિનેત્રીની સુંદરતા તમારું દિલ જીતી લેશે

g clip-path="url(#clip0_868_265)">