Viral Video: નશામાં ધૂત વરરાજા ચકરડે ચઢ્યા, દુલ્હનની જગ્યાએ બીજી જ મહિલાને પહેરાવવા લાગ્યા વરમાળા

|

Jun 01, 2021 | 8:15 PM

Drunk Groom : આ વરરાજા દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેણે પોતાની દુલ્હનને વરમાળા પહેરાવવાની જગ્યાએ બાજુમાં ઉભેલી બીજી જ મહિલાને હાર પહેરાવવા લાગ્યો હતો.

Viral Video: નશામાં ધૂત વરરાજા ચકરડે ચઢ્યા, દુલ્હનની જગ્યાએ બીજી જ મહિલાને પહેરાવવા લાગ્યા વરમાળા
નશામાં ધૂત વરરાજાનો વીડિયો વાયરલ

Follow us on

Viral Video: કોઇ પણ વસ્તુની વધારે પડતી આદત વ્યક્તિને મુશ્કેલીમાં મુકી શકે છે. આ વીડિયોને જોઇને તમને એ વાતનો ખ્યાલ આવશે. એક વ્યક્તિ પોતાના જ લગ્નમાં વધારે પડતા દારૂ(Liquor)નું સેવન કરીને આવ્યો અને તેનું પરિણામ જે આવ્યુ તેને જોઇને તમે હસીને લોટ પોટ થઇ જશો.

આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

પોતાના લગ્નનો દિવસ કોઇ પણ વ્યક્તિ માટે ખાસ હોય છે અને લોકો તેને યાદગાર બનાવવા માટે ઘણુ બધુ કરે છે. લોકો પોતાના આ ખાસ દિવસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે. પરંતુ આજે આપણે જે કિસ્સાની વાત કરવા જઇ રહ્યા છે તેમાં એક વરરાજાએ તો હદ પાર કરી નાખી. આ વરરાજાને (Drunk Groom) જોઇને લાગે છે કે તેણે દારૂનું સેવન થોડુ વધારે જ કરી લીધુ છે.

આ વરરાજા દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેણે પોતાની દુલ્હનને વરમાળા પહેરાવવાની જગ્યાએ બાજુમાં ઉભેલી બીજી જ મહિલાને હાર પહેરાવવા લાગ્યો હતો. એટલું જ નહી વરરાજા જ્યારે પોતાની દુલ્હનને માળા પહેરાવવા ગયો તો ધડામથી નીચે પડી ગયો. હવે તમે સૌથી પહેલા આ વીડિયો જુઓ.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને વીડિયો જોઇને મજા પડી રહી છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘official_niranjanm87’ એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઇને લોકો તેના પર ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં દરરોજ કેટલાક એવા વીડિયો અને ફોટોઝ વાયરલ થાય છે જેને જોઇને લોકો વિચારવા પર મજબૂર થઇ જાય છે. કેટલાક વીડિયો લોકોને પેટ પકડીને હસાવે છે તો કેટલાક વીડિયો લોકોને ભાવુક પણ કરી દે છે તેવામાં આ વરરાજાનો વીડિયો લોકોને આનંદ આપી રહ્યો છે. કેટલાક યૂઝર્સે લખ્યુ કે વીડિયો જોઇને તેમનો દિવસ સુધરી ગયો.

આ પણ વાંચો – IPLનો ધુંઆધાર બેટ્સમેન નિકોલસ પૂરન લગ્નના બંધને બંધાયો, ગર્લ ફ્રેન્ડને છ વર્ષ બાદ પત્નિ બનાવી

આ પણ વાંચો – Ahmedabad : એક ટ્વીટથી નિરાધાર વૃદ્ધને મળ્યો આશરો, જિલ્લા અધિક કલેકટરે સંવેદના દાખવી નિરાધાર વૃદ્ધને કરી મદદ

આ પણ વાંચો – Sunderban Tiger Reserve: સુંદરવનની શાન રોયલ બેંગાલ ટાઇગરનું મોત, આખરી સમયે પાણી પીવડાવતો વીડિયો વાયરલ

Next Video