Rahul Gandhi એ ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન,કહ્યુ કે મારે રાહુલ ગાંધી સાથે કોઇ લેવા-દેવા નથી !

|

Jan 24, 2023 | 5:20 PM

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીરમાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી છે. દેશની તમામ સંસ્થાઓ કોંગ્રેસે બનાવી છે અને ભાજપ-આરએસએસે તોડી નાખી છે.

રાહુલ ગાંધી છેલ્લા 130 દિવસથી ભારત જોડો યાત્રા અંતર્ગત પ્રવાસ કરી રહ્યા છે. જગ્યા જગ્યા પ્રેસકોન્ફરંન્સ યોજી પત્રકારોને પોતાના સવાલના જવાબ આપે છે, 3800 કિલોમીટરની આ યાત્રા હાલ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે, આ દરમીયાન તેમણે પત્રકારોના કેટલાક સવાલના જવાબ આપ્યા હતા, જેમા તેમને પુછવામાં આવ્યુ કે ‘રાહુલજી આપ પહેલા પણ રાજનીતી બાબતે એક્ટીવ રહ્યા છે, ભવિષ્યમાં પણ રહેશો પરંતુ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીમાં ડેફ્થ આવ્યુ છે. જુની પ્રેસ કોન્ફરન્સ જુએ છે તો તેમાં બોલે છે કે એ જુનો રાહુલ ગાંધી હવે નથી રહ્યો, એ જુના રાહુલ ગાંધીમાં શું ખામી હતી, અને હાલના રાહુલ ગાંધીમાં શું પરિવર્તન આવ્યુ’ જવાબમાં રાહુલ ગાંધી ગાંધી કહે છે કે ‘મે ક્યારેય એવું નથી કિધું કે જુનો રાહુલ ગાંધી નથી, મે એવુ કહ્યુ કે રાહુલ ગાંધી નથી, મારો કહેવાનો અર્થ એ છે કે તમારા માઇન્ડમાં રાહુલ ગાંધી છે, મારા માઇન્ડમાં રાહુલ ગાંધી નથી મારા દિમાગમાં માત્ર જનતા છે, જનતાની તકલીફ છે, હિન્દુસ્તાનની જનતા છે, મજુર છે ગરીબ લોકો છે. અને ભારતની સમસ્યા છે મારે રાહુલ ગાંધી સાથે કોઇ લેવા દેવા નથી, મારા દિમાગમાં એ બાબત ક્લિયર છે કે ભારતમાં જે નફરત છે મારે તેને ખતમ કરવાની છે હું હિન્દુસ્તાનને નફરત અને હિંસાનો દેશ માનતો જ નથી’ જુઓ વીડિયો.

આ પણ વાંચો :રાહુલ ગાંધીએ પહેલી વાર સ્વીકાર્યુ કે ભારત જોડો યાત્રામાં થાય છે રાજનીતિ

Published On - 4:21 pm, Tue, 24 January 23

Next Video