Vadodara : નિઝમપુરાની બેથલ પાર્ક સોસાયટીમાં કૂતરાઓનો આતંક, 6 વર્ષીય બાળકી પર કર્યો હુમલો

|

Jul 06, 2021 | 11:53 PM

સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે, 10 થી વધુ શ્વાન સોસાયટીમાં રખડે છે અને હુમલો કરે છે. કોર્પોરેશનના સત્તાધીશોને વારંવાર રજૂઆત છતાં શ્વાનોને પકડવા કાર્યવાહી ન કરાતા સોસાયટીવાસીઓ ત્રસ્ત છે.

વડોદરાની નિઝામપુરાની બેથલ પાર્ક સોસાયટીમાં રખડતા શ્વાનોનો (Dogs) આતંક સામે આવ્યો છે. પોતાના ઘરની બહાર ઉભેલી 6 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો. સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે, 10 થી વધુ શ્વાન સોસાયટીમાં રખડે છે અને હુમલો કરે છે.

તેઓનો આક્ષેપ છે કે, કોર્પોરેશનના સત્તાધીશોને વારંવાર રજૂઆત છતાં શ્વાનોને પકડવા કાર્યવાહી ન કરાતા સોસાયટીવાસીઓ ત્રસ્ત છે. તો બીજી તરફ કોર્પોરેશનના સત્તાધીશોનું કહેવું છે કે, રખડતા શ્વાનોના ત્રાસનો હલ લાવવા માટે ખસીકરણની કામગીરી ચાલી રહી છે.

 

આ પણ વાંચો : Vadodara : SOGના પીઆઈની પત્ની 1 મહીનાથી ભેદી સંજોગોમાં ગુમ, પોલીસે તપાસ હાથ ધરી

Next Video