ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ તબાહી, દેહરાદુનના રાયપુરમાં વાદળ ફાટતા અનેક ઘર દટાયા

|

Aug 20, 2022 | 9:51 AM

દેહરાદૂન (Dehradun) જિલ્લાના રાયપુરમાં વાદળ ફાટ્યા (Cloud burst ) પછી મધરાતે 2 કલાક અને 45 મિનિટે પહાડો પરથી ટપસા નદીમાં ભયાનક પૂર આવ્યું. આ પુરના પાણી ટપકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ફરી વળ્યાં હતા.

સમગ્ર દેશમાં ચોમાસું (Monsoon 2022) જામ્યુ છે. ઉત્તરાખંડમાં (Uttarakhand) ભારે વરસાદે (Rain) તબાહી સર્જી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે દેહરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. રાયપુર વિધાનસભાના માલદેવતા ક્ષેત્રમાં વાદળ ફાટ્યું. સતત મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાના કારણે માલદેવતા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે અડધા ડઝનથી વધુ મકાનો કાટમાળ નીચે દટાયા હતા અને અનેક લિંક રોડને નુકસાન થયું હતું. એસડીઆરએફ, જિલ્લા વહીવટીતંત્ર ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.

દેહરાદૂનમાં ભારે વરસાદને કારણે તબાહી

દેહરાદૂન જિલ્લાના રાયપુરમાં વાદળ ફાટ્યા પછી મધરાતે 2 કલાક અને 45 મિનિટે પહાડો પરથી ટપસા નદીમાં ભયાનક પૂર આવ્યું. આ પુરના પાણી ટપકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ફરી વળ્યાં હતા. મહાદેવના મંદિરમાં ચારે તરફ કાદવ, કીચડનું સામ્રાજ્ય થઈ ગયું. તો મંદિર નજીકનો શ્રદ્ધાળુઓની અવર-જવર માટેનો એક પુલ અને મંદિરની રેલિંગ પણ નદીના ભયાનક પ્રવાહમાં તણાઈ ગઈ. આ દુર્ઘટના મધરાતે ઘટી હોવાથી સદનસીબે જાન-માલને તો કોઈ નુકસાન થયું નથી. જો કે નજીકમાં આવેલા સરખેત ગામના 6થી વધુ મકાનમાં પૂરના પાણી અને કાદવ કીચડ ફરી વળ્યાં છે. SDRFની ટીમે ગામમાં ફસાયેલા લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

અનેક મકાનો કાટમાળ નીચે દબાયા

મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાના કારણે દેહરાદૂનના માલદેવતા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે અડધા ડઝનથી વધુ મકાનો કાટમાળ નીચે દટાયા હતા અને અનેક લિંક રોડને નુકસાન થયું હતું.

બચાવ કામગીરી ચાલુ

SDRFએ જણાવ્યું કે સરખેત ગામમાં સ્થાનિક લોકોએ સવારે 2.45 વાગ્યે વાદળ ફાટવાની ઘટનાની જાણ કરી. જે બાદ તરત જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગામમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને કેટલાક લોકોએ નજીકના રિસોર્ટમાં આશરો લીધો છે.

Next Video