TV9 Education Expo: દેશ વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝ, ઈન્સ્ટિટ્યુટ્સ અને કોલેજીસનો સંપર્ક એક સાથે, એક જ સ્થળે, વાંચો આ અહેવાલ

|

May 28, 2022 | 5:31 PM

ટીવી9ના એજ્યુકેશન એક્સપોની (TV9 Education Expo) શરૂઆત થઈ ગઈ છે. આ એજ્યુકેશન એક્સપોનો આયોજન સુરત અને અમદાવાદમાં કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં (Ahmedabad) આજથી ટીવી9ના એજ્યુકેશન એક્સ્પોનો પ્રારંભ થયો છે. BAPSના વિવેક જીવન સ્વામીના હસ્તે આ એજ્યુકેશન એક્સપોનું (Education Expo) ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પંડિત દિનદયાળ હોલમાં આ એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જે બે દિવસ સુધી ચાલશે. આ એક્સ્પોમાં દરેક પ્રકારના અભ્યાસની માહિતી તમને એક જ સ્થળેથી મળી રહેશે. સાથે જ કારકિર્દીને લઈને જો કોઈ પણ સવાલ કે મુંઝવણ હોય તો આ એક્સ્પોની મુલાકાત લઈને તેને દૂર કરી શકશો. અહીં વિવિધ યુનિવર્સિટી અને કોલેજની માહિતી સાથે જીવન ઘડતર માટેનું માર્ગદર્શન મળશે તો અચૂક ટીવીનાઈન આયોજિત એજ્યુકેશન એક્સ્પોની મુલાકાત લો.

સુરત એજ્યુકેશન એક્સ્પો

સુરતના (Surat) આંગણે ટીવી 9 આયોજિત એજ્યુકેશન એક્સ્પોનો આજથી પ્રારંભ થયો છે. મજૂરાગેટ સ્થિત કૃષિમંગલ હોલમાં બે દિવસ સુધી આ એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના મેયર હેમાલી બોઘવાલાના હસ્તે આ એજ્યુકેશન એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મેયરે જણાવ્યું કે આ એક્સ્પો વિદ્યાર્થીઓને કારકિર્દી માટે નવી દિશા આપનારો બની રહશે. સાથે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ લોકોને આ એજ્યુકેશન એક્સ્પોની મુલાકાત લેવા મેયરે અપીલ કરી. વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતરને લઈને જો વિદ્યાર્થી કે વાલીઓને કોઈ પણ સવાલ હશે તો તેનો સચોટ જવાબ તમને આ એક્સ્પોમાંથી મળશે તો આજે જ આ એક્સ્પોની મુલાકાત લો.

Next Video