Exit Poll Karnataka 2023: કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી, કોઈની પાસે બહુમતી નહીં
Karnataka Election Exit Poll: એક્ઝિટ પોલના ડેટા અનુસાર BJP- 88-98, કોંગ્રેસ- 99-109, JDS- 21-26 અને અન્યને 0થી 4 સીટ મળતી જોવા મળી રહી છે.
Karnataka Election Exit Poll: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે ચૂંટણીનું પરિણામ શું આવશે. TV9 Bharatvarsh-POLSTRATના એક્ઝિટ પોલ સર્વેમાં કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીનો તાજ કોંગ્રેસના માથે ચઢતો જોવા મળી રહ્યો છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને બહુમતી મળી રહી નથી. એક્ઝિટ પોલના ડેટા અનુસાર BJP- 88-98, કોંગ્રેસ- 99-109, JDS- 21-26 અને અન્યને 0થી 4 સીટ મળતી જોવા મળી રહી છે.
TV9 Bharatvarsh-POLSTRAT એક્ઝિટ પોલ અનુસાર રાજ્યમાં કોઈપણ માટે સ્પષ્ટ જનાદેશ મળવાની શક્યતા ઓછી છે. કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા છે.
Published on: May 10, 2023 07:14 PM
Latest Videos