અમૂલના (Amul) MD જયેન મહેતા ટીવીનાઇનના સ્ટુડિયોમાં હાજર રહ્યા હતા. ટીવી9ના નવા સોપાન બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. જયેન મહેતાએ ટીવી9 સાથેની વાતચીતમાં અમૂલની સ્થાપનાથી લઇને તેના વિકાસની વાતો કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રિય સહકારીતા મંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહના સ્વપ્નનો ઉલ્લેખ કર્યો હતો. જયેન મહેતાએ જણાવ્યું કે અમિત શાહનું સ્વપ્ન છેકે ઘરે-ઘરે લોકોને ઓર્ગેનિક વસ્તુઓ મળે, જે સ્વપ્નને સાકાર કરવા અમે પ્રતિબદ્ધ છીએ, તેમણે ઉમેર્યું કે નજીકના સમયમાં જ આર્ગેનિકમાં અમે એન્ટ્રી કરી છે. લોકોને ઓર્ગેનિક અને શુદ્ધ અનાજ મળે તે માટે ખેડૂતો સાથે રહી અમૂલ એક માધ્યમ તરીકે ઉભરશે.
જયેન મહેતાએ જણાવ્યું છેકે આવતા બે-3 વર્ષમાં 50 લાખ લિટર દૂધ ઉત્પાદનનું લક્ષ્ય છે. તથા અમૂલ રાજકોટ, વારાણસી અને બાગપત સહિત ઇસ્ટ ઇન્ડિયામાં પણ પ્લાન્ટ ખોલવાનું લક્ષ્ય છે. તથા આગામી દોઢ વર્ષમાં રાજકોટમાં નવા અમૂલ પ્લાન્ટ કાર્યરત થઇ જશે. જે પ્લાન્ટ 20 લાખ લીટરના દૂધ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.
તેમણે આ ઉપરાંત ટીવી9ના સ્ટુડિયોમાં હાજરી દરમિયાન જણાવ્યું હતું કે અમૂલની 77 વર્ષ પૂર્વે સ્થાપના થઇ હતી. જેમાં આજે ગુજરાતમાં 18,600 ગામડામાં 36 લાખ સભ્યો ધરાવે છે. જેમાં 18 સભ્યો યુનિયનો દ્વારા દરરોજ સરેરાશ 270 લાખ દૂધની ખરીદી કરે છે. અમૂલ એશિયાની સૌથી મોટી ડેરી છે. વર્ષ 2022 -23માં અમૂલ ગ્રુપનું ટર્નઓવર 72 લાખને પાર પહોંચ્યું છે. જ્યારે વર્ષ 2025 સુધી 1 લાખ કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
Today, 3.6 million dairy farmers of Gujarat celebrate the golden jubilee of Gujarat Cooperative Milk Marketing Federation.
Founded in 1973, GCMMF is India’s largest food FMCG organization with a turnover of ₹72000 Crores ($9 Billion) by marketing Amul and Sagar brands in India pic.twitter.com/3snQ2NwIJJ
— Amul.coop (@Amul_Coop) July 9, 2023
નોંધનીય છેકે આજે ગુજરાતના 3.6 મિલિયન ડેરી ખેડૂતો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ (50 વર્ષ) ઉજવણી કરી રહ્યું છે. 1973માં સ્થપાયેલ, GCMMF એ ભારતમાં અમૂલ અને સાગર બ્રાન્ડનું માર્કેટિંગ કરીને ₹ 72000 કરોડ ( $9 બિલિયન)ના ટર્નઓવર સાથે ભારતની સૌથી મોટી ફૂડ FMCG સંસ્થા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:05 am, Sun, 9 July 23