Mumbai: બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા માટે મુંબઈની જુહુ ચોપાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બીચ પર લાલ નિશાન પણ લગાવવામાં આવ્યું છે. લોકોને તેની આગળ જતા રોકવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસે લોકોને રોકવા માટે બેરિકેડિંગ કર્યું છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે દરિયાના મોજા 500 મીટર આગળ આવી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે જુહુ ચોપાટીમાં નહાતી વખતે ચાર છોકરાઓના ડૂબી જવાની માહિતી સામે આવી હતી. ગુજરાતમાં પણ વાવાઝોડાનું સંકટ વધારે જોવા મળે તેવુ લાગી રહ્યું છે, ગુજરાતમાં 14 અને 15 તારીખે વાવાઝોડાની સૌથી વધારે અસર થાય તેવુ લાગી રહ્યું છે. જુઓ આ અહેવાલ…
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો