લગભગ 80 વર્ષમાં ગુજરાતના 3 સહિત ભારતના આ 12 શહેર ડૂબી જશે ! જુઓ Video

|

Aug 11, 2024 | 3:14 PM

ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)ના રિપોર્ટને ટાંકીને નાસાએ ચેતવણી આપી છે કે ભારતના ઘણા શહેરો સમુદ્રમાં ડૂબી જશે. IPCCનો આ રિપોર્ટ ક્લાઈમેટ સિસ્ટમ અને ક્લાઈમેટ ચેન્જની સ્થિતિને રજૂ કરે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અહેવાલ મુજબ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ગુજરાતના 3 સહિત ભારતના કુલ 12 શહેર ડૂબી જશે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ભારતને લઈને ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, લગભગ વર્ષ 2100 સુધીમાં ભારતના 12 શહેર 3 ફૂટ પાણીમાં ડૂબી જશે. જો આ રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો મેદાની વિસ્તારોમાં મોટાપાયે તબાહી આવશે. આ બધું ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવો પર બરફ પીગળવાને કારણે થશે.

ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)ના રિપોર્ટને ટાંકીને નાસાએ ચેતવણી આપી છે કે ભારતના ઘણા શહેરો સમુદ્રમાં ડૂબી જશે. IPCCનો આ રિપોર્ટ ક્લાઈમેટ સિસ્ટમ અને ક્લાઈમેટ ચેન્જની સ્થિતિને રજૂ કરે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અહેવાલ મુજબ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ગુજરાતના 3 સહિત ભારતના કુલ 12 શહેર ડૂબી જશે. આવી સ્થિતિમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ભવિષ્યમાં સુરક્ષિત સ્થળોએ રહેવા જવું પડશે.

આ પણ વાંચો વિશ્વના એ નેતાઓ, જેમને શેખ હસીનાની જેમ દેશ છોડીને ભાગવું પડ્યું

Next Video