Budget 2023: વિક્રમ વેતાળ કરે છે બજેટની વાર્તા- કહે છે,ભારતમાં બીજા પણ 36 બજેટ આવે છે તો પછી બધુ ધ્યાન નિર્મલા તાઈ અને મોદીવાળું બજેટ કેમ ખેંચી જાય છે..?

|

Jan 30, 2023 | 7:23 PM

VIKRAM VETAL - Budget 2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, TV9 ગુજરાતી આ બજેટને લઈને લોકોના સવાલોને વાર્તાના સ્વરૂપમાં રજુ કરી લોકોને સરળભાષમાં માહિતી પહોંચાડી રહ્યુ છે. આજે અમે વિક્રમ વેતાળની બજેટની વાર્તા અંતર્ગત આવા જ વિષયની ચર્ચા કરીશું.

Budget 2023: કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઈને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, TV9 ગુજરાતી આ બજેટને લઈને લોકોના સવાલોને વાર્તાના સ્વરૂપમાં રજુ કરી લોકોને સરળ ભાષામાં માહિતી પહોંચાડી રહ્યુ છે. આજે અમે વિક્રમ વેતાળની બજેટની વાર્તા અંતર્ગત આવાજ વિષયની ચર્ચા કરીશું.

આ પણ વાંચો : Budget 2023: વિક્રમ વેતાળ કરે છે બજેટની વાર્તા- કહે છે, કેમ નથી વેચાઇ રહી સરકારી કંપનીઓ

વિજય ચોક પર સન્નાટો છે. ગણતંત્ર દિવસની પરેડને લઇને લોકોની આવન-જાવન પર પ્રતિબંધ મૂકાયો છે. રાજા વિક્રમ રેલભવનની પાસેની ગલીમાંથી છુપાઇને ઝાડ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ ત્યાં એક જમાદાર તેને જોઇ ગયો. જમાદારે રાજાને ત્યાંથી ભગાડ્યો. રાજા વિક્રમ જેમતેમ કરીને વેતાળના ઠેકાણા પર પહોંચ્યો. તેણે વેતાળને ત્યાં ઝાડ પર ઉલટો લટકેલો જોયો.

વિક્રમઃ અરે વેતાળ અહીં કેમનો આવ્યો? મને થયું કે આજે તો મુલાકાત જ નહીં થાય.

વેતાળઃ અરે મને ખબર હતી કે આજે મારા નરેશ પોલિસની ઝપટમાં આવી જશે. ગણ જ્યારે તંત્રથી દૂર રહેશે ત્યારે જ તો ગણતંત્રનો વિકાસ થશે. જમાદાર તને ભગાડી રહ્યો હતો ત્યારે હું ઉપર જ ઉડી રહ્યો હતો.

વિક્રમઃ તને તો મોજ છે વેતાળ.. અમને ભગાડવામાં આવે તે જગ્યાએ તું આરામથી ઉડીને પહોંચી જાય.

વેતાળઃ અરે રાજા, ઇર્ષા ના કર. વેતાળ બનવા માટે મરવું પડે છે, જીવતું કોણ વેતાળ બને છે…?

વિક્રમઃ અરે મજાકિયા ભૂત બહુ મોજમાં છે..હવે સવાલ સાંભળ..

વેતાળઃ બોલો, પોલિસે ભગાડેલા અને ટેક્સથી હારેલા વહાલા રાજા.

વિક્રમઃ વેતાળ ભારતમાં બીજા પણ 36 બજેટ આવે છે તો પછી બધુ ધ્યાન નિર્મલા તાઇ અને મોદીવાળું બજેટ કેમ ખેંચી જાય છે..?

વેતાળઃ અરે રાજા બાબુ, ઘણો મહત્વનો સવાલ પૂછ્યો..શું આજે નીતિ આયોગના નળથી પાણી પી લીધું હતું કે શું..?

વિક્રમઃ અરે વેતાળ, તુ સીધો જવાબ કેમ નથી આપતો..

વેતાળઃ અરે સીધુ તો આ દેશમાં કંઇ જ નથી રાજા.. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો એટલે કે દરેક રાજ્યોનું પોતાનું બજેટ હોય છે. બજેટ તો નગર પાલિકા અને પંચાયતનું પણ હોય છે ભાઇ…

વિક્રમઃ પણ આટલા બજેટ કેમ…શું સંસદવાળુ બજેટ સમજીને કામ નહીં ચાલે..?

વેતાળઃ અરે વિક્રમ બાબુ..રાજ્યોનું બજેટ સમજવું ઘણું જરુરી છે.

વિક્રમઃ તો પછી તેની ચર્ચા કેમ નથી થતી..?

વેતાળઃ અરે ભાઇ, સરકાર નથી ઇચ્છતી કે તમે વધારે પડતું જાણી લો..બસ આમ જ તાળીઓ પાડો…તમારા માટે તે જ ઘણુ છે.

વિક્રમઃ એટલે ?

વેતાળઃ જો વિક્રમ કેન્દ્ર સરકારની યોજનાઓ રાજ્યો મારફતે જ જનતા સુધી પહોંચે છે.

વિક્રમઃ એ તો છે..

વેતાળઃ અને રાજ્ય સરકાર પણ પોતાના બજેટમાંથી ઘણીબધી યોજનાઓ ચલાવે છે.

વિક્રમઃ હં..એટલે ડબલ એન્જિન..

વેતાળઃ આમ જોવા જઇએ તો રાજા સરકાર તમારા જીવનને સૌથી વધુ પ્રભાવિત કરે છે. અને તે તમારી સૌથી નજીક હોય છે.

વિક્રમઃ અરે ભાઇ, સરકારને તો દૂરથી જ સલામ.

વેતાળઃ અરે તને તો પંચ મારતા આવડી ગયું..?

વિક્રમઃ એ તો આવડે જ ને?

વેતાળઃ મારો કહેવાનો અર્થ એ કે ઇકોનોમીમાં બધો જ આધાર માંગ પર હોય છે. રાજ્ય સરકારોનો પ્રાથમિક ખર્ચ જ આ છે. જે રોડ, પૂલ, સ્કૂલ, હોસ્પિટલ, પાર્ક, ગટર, પાણીની વ્યવસ્થા કરવામાં વપરાય છે. તેનાથી જ વિકાસ થાય છે અને તે દેખાય પણ છે.

વિક્રમઃ આ વાત તો સમજાઇ ગઇ યાર..

વેતાળઃ તો રાજ્યોનું બજેટ ધ્યાનથી સાંભળો કારણ કે તમારુ ભલુ તો ત્યાંથી જ થવાનું છે.

વિક્રમઃ હે પ્રેત, એ તો જણાવ કે ટેક્સ તો કેન્દ્રની જેમ રાજ્ય સરકારો પણ ચૂસતી હશે ને?

વેતાળઃ ટેક્સ કોઇ નથી છોડતું રાજાબાબુ..તેમની પોતાની ચાબુક છે. જમીનનું રજિસ્ટ્રેશન, વાહનોનું રજિસ્ટ્રેશન વગેરે..વગેરે..

વિક્રમઃ એટલે જનતાને બેવડો માર પડે છે..

વેતાળઃ યાર રાજા તો ઇમોશનલ થઇ રહ્યો છે, હવે જ્ઞાનની વાત ન થઇ શકે.. ભારતમાં રહીને ટેક્સ પર અફસોસ વ્યક્ત કરે છે.. બહુ નાદાન છે રાજા…ચલ હવે હું જઇ રહ્યો છું

વિક્રમઃ અરે…સાંભળ..સાંભળ..વેતાળ..હજુ બીજા સવાલ છે..

વેતાળઃ હવે બીજા સવાલ નહીં.. હું જાઉં છું..
એ જો..ફરી આવી રહ્યા છે પોલિસવાળા..
ભાગ અહીંથી નહીંતર ભાગવા લાયક પણ નહીં રહે..

વિક્રર વેતાળના આવા જ સવાલ જવાબમાં જ્ઞાન સાથે નોલેજ મેળવવા માટે વાંચતા રહો વિક્રર વેતાળની બજેટની વાર્તા

Published On - 7:27 pm, Sat, 28 January 23

Next Video