રસોડામાં સવારે કૉફી બનાવી રહ્યો હતો વ્યક્તિ, અચાનક સામે આવી ગયો સિંહ

| Edited By: | Updated on: Aug 24, 2021 | 7:22 PM

એક માણસ કેમ્પમાં રસોડાની અંદર કોફી બનાવી રહ્યો છે. તે તેની કોફી પીવાનો પ્રયત્ન કરે છે પરંતુ અચાનક એક સિંહ તેને બારીની બહારથી જુએ છે અને તેને જોયા પછી ગર્જના કરવા લાગે છે

Viral Video : વિશ્વના મોટાભાગના લોકો તેમની સવારની શરૂઆત ચા અને કોફીથી કરે છે. ઘણા લોકો એવા છે જેમની આંખો ચા પીધા પછી ખુલે છે. હવે કલ્પના કરો કે જો તમારો સામનો વહેલી સવારે કોઈ ખતરનાક પ્રાણી સાથે થઇ જાય તો શું થશે?  એક માણસ પોતાના રસોડામાં સવારની કોફી બનાવી રહ્યો હતો અને તેણે બારીની બહાર સિંહને ગર્જના કરતા જોયો. પરંતુ આ વ્યક્તિએ ડરવાને બદલે કંઈક એવું કર્યું કે જેની હવે બધે ચર્ચા થઈ રહી છે.

સોશિયલ મીડિયા (Social Media ) પર જોરદાર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ કેમ્પમાં રસોડાની અંદર કોફી બનાવી રહ્યો છે. તે તેની કોફી પીવાનો પ્રયત્ન કરે છે પરંતુ અચાનક એક સિંહ તેને બારીની બહારથી જુએ છે અને તેને જોયા પછી ગર્જના કરવા લાગે છે   આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે, લોકો તેને ખૂબ શેર પણ કરી રહ્યા છે.

જે વ્યક્તિને વહેલી સવારે સિંહ દેખાયો તેનું નામ ડાયલન છે, જે નેચર ગાઇડ ટ્રેનિંગ કંપની ચલાવે છે.  ડાયલન બતાવે છે કે રસોડામાં દરવાજા નથી અને બારીઓમાં માત્ર તારની જાળી છે.
જ્યારે પણ સિંહ તેને બારીમાંથી જુએ છે, ત્યારે તે ડાયલન સામે જુએ  છે. ડાયલન સિંહને ઠપકો આપે છે અને આસપાસ ફરવા લાગે છે તે સિંહ પર હસે છે અને કહે છે, “તુ ખૂબ વિચિત્ર સિંહ છો”.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ હોગે શેર કર્યો છે. યુટ્યુબ વિડીયોના કેપ્શન મુજબ, સિંહો હંમેશા રિઝર્વમાં માનવ શિબિરથી ચોક્કસ અંતર જાળવે છે.પરંતુ તે દિવસે ડાયલન અને વિદ્યાર્થીઓએ આઠ સિંહોને કેમ્પમાં રખડતા જોયા. ચોક્કસ, આ પહેલા કદાલ જ ડાયલનની કૉફી આટલી સારી રહી હશે. આવી સ્થિતિમાં, તે આ ક્ષણને ભાગ્યે જ ભૂલી શકે.

 

આ પણ વાંચો : Shravan-2021 : બ્રાહ્મણોની ‘કાશી’ ભક્તિથી પ્રસન્ન થઈ મહેશ્વરે શું દીધું વરદાન ? જાણો કાશીની અદકેરી મહત્તાનું રહસ્ય

આ પણ વાંચોShravan-2012 : જાણો છો મહાદેવના હાથમાં રહેલા ડમરું અને ત્રિશૂળનું રહસ્ય ? જાણો શિવજીના પ્રતિકોનો ગૂઢાર્થ