મોરબી: પગાર મુદ્દે માર મારવાનો કેસ, 5 આરોપીએ આગોતરા જામીનની કરી અરજી

| Updated on: Nov 25, 2023 | 12:51 PM

વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારીના આગોતરા જામીન માટે વકીલે અરજી મુકી છે. આ પાંચેય આરોપીઓની જામીન અરજી પર સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે, યુવકને ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો અને યુવકને મોઢામાં પગરખુ લેવડાયું હતુ, અને બેલ્ટ અને ઝાપટથી માર માર્યો હતો. જે બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

મોરબીમાં દલિત યુવકને પગાર મુદ્દે માર મારવાના કેસમાં પોલીસે આરોપીઓને ઝડપવા શોધખોળ હાથ ધરી છે. તો ધરપકડથી બચવા 5 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી છે. વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારીના આગોતરા જામીન માટે વકીલે અરજી મુકી છે. આ પાંચેય આરોપીઓની જામીન અરજી પર સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે પગાર માગવા જતા યુવકને માર મારવામાં આવ્યો હતો, જો કે યુવકે કોઈ કારણસર નોકરી છોડી દીધી હતી અને તેની 20 દિવસનો પગાર લેવાનો બાકી નીકળતો હતો, ત્યારે યુવકને ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો અને યુવકને મોઢામાં પગરખુ લેવડાયું હતુ, અને બેલ્ટ અને ઝાપટથી માર માર્યો હતો. જે બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમથી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: મોરબી: પગાર લેવા માટે ગયેલા યુવકને મોઢામાં પગરખું લેવડાયું! પોલીસે નોંધી ફરિયાદ

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)