Tax Master: નવું ટેક્સ રીઝીમ પસંદ કરવું કે જુનું ટેક્સ રીઝીમ? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજો અને નક્કી કરો
ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે, ITR ફાઇલ કરતી વખતે કયું ટેક્સ રીઝીમ પસંદ કરવું? એવામાં ચાલો જાણીએ કે, તમારે કયું ટેક્સ રીઝીમ પસંદ કરવું...
સૌથી પહેલા તમારી આવક ચેક કરો અને વાર્ષિક ટેક્સેબલ ઇન્કમ પર ધ્યાન આપો. જૂના ટેક્સ રીઝીમમાં સેક્શન 80C હેઠળ ELSS, EPF, PPF, LIC પર ₹1.5 લાખ સુધીની છૂટ, 80D હેઠળ મેડિકલ ઇન્સ્યોરન્સ પર છૂટ, હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટ, HRA અને બીજા ઘણા બધા લાભ તેમજ ડિડક્શન્સ મળી આવે છે.
નવા રીઝીમમાં ટેક્સના સ્લેબ રેટ ઓછા છે. બીજું કે, ડિડક્શન્સ અને છૂટ પણ બહુ ઓછા પ્રમાણમાં મળે છે. આ ખાસ કરીને એ લોકો માટે ઉપયોગી છે કે, જે વધુ રોકાણ નથી કરવા માંગતા. સેલેરીડ વ્યક્તિઓ રીઝીમ બદલી શકે છે, જ્યારે ફ્રીલાન્સર અને બિઝનેસમેન માટે કેટલીક મર્યાદિત શરતો લાગુ પડે છે.
