Tapi : ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી, લોકોએ રાહત અનુભવી

|

Jun 26, 2022 | 10:02 PM

દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર, તાપી (Tapi),સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. 

ગુજરાતમાં ચોમાસાનું (Gujarat Monsoon) આગમન થઈ ગયુ છે. અને આગમન સાથે ગુજરાતના અનેક શહેરોમાં જોરદાર પવન સાથે વરસાદ પડયો છે. જેના કારણે ગુજરાતના લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે. તાપી જીલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો છે. વરસાદને કારણે નદી અને નાળા છલાકાયા છે. તાપીવાસીઓને વરસાદને કારણે ગરમીમાંથી રાહતનો અનુભવ થયો હતો.   તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં વ્યારા , વાપી , સુરત અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર,,સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે.

આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ધરમપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો છે. છેલ્લા 2 કલાકમાં ધરમપુરમાં 1.8 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના માછીમારોને એલર્ટ રહેવા માટે પણ સૂચન અપાઈ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં 3 ઈંચ જેટલો વરસાદ હોવો જોઈએ. પરંતુ, આ વર્ષે જૂનમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ અમરેલી, રાજકોટ અને જૂનાગઢ પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા.

Published On - 9:49 pm, Sun, 26 June 22

Next Video