ખેડૂતો માટે સારા સમાચાર, કમોસમી વરસાદ બાદ આ જિલ્લામાં શરૂ કરાયો સર્વે

| Updated on: Nov 30, 2023 | 12:44 PM

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ થયો હતો, ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને સહાય ચુકવવાની માગ કરી હતા. ખેતીવાડી અધિકારી સહિતની ટીમે ખેતરોમાં સર્વે હાથ ધર્યો હતો. અધિકારીઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ થયો હતો જેના કારણે સમગ્ર રાજ્યમાં પાકમાં ભારે નુકસાન થયું હતું અને ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોએ તૈયાર કોળીયો મોઢામાંથી છીનવાઈ ગયો હતો. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને સહાય ચુકવવાની માગ કરી હતા.

મહત્વનું છે કે ખેડૂતોની માગને ધ્યાનમાં રાખી બોટાદ જિલ્લામાં સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લામાં કપાસ, જીરૂં, તુવેર, ડુંગળી સહિતના પાકોના વાવેતરનું સર્વે કરવામાં આવ્યો છે. ખેતીવાડી અધિકારી સહિતની ટીમે ખેતરોમાં સર્વે હાથ ધર્યો હતો. અધિકારીઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ત્રાટકશે માવઠું! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)