વીડિયો: સુરેન્દ્રનગર પોલીસે મોટરસાયકલની ચોરી કરનારની કરી ધરપકડ, પુછપરછ દરમિયાન ગુનાની કરી કબુલાત
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પુછપરછ કરતા તેણે મોટરસાયકલ ચોરીની કબુલાત કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. આરોપીનું નામ વિક્રમ કોળી છે, વધુ વિગતો પુછપરછ બાદ બહાર આવશે.
સુરેન્દ્રનગર મોટરસાયકલની ચોરી કરનારની આરોપીની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. LCB પોલીસ ચોટીલા વિસ્તારમાં ચેકિંગમાં હતી ત્યારે આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પુછપરછ કરતા તેણે મોટરસાયકલ ચોરીની કબુલાત કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
મહત્વનું છે કે એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે, જો કે હજી સુધી એ નથી જાણી શકાયુ કે આરોપીએ એક બાઈકની ચોરી કરી છે અને તે ફક્ત સુરેન્દ્રનગર જિલ્લામાં જ ચોરી કરતો હતો કે સમગ્ર ગુજરાત કે દેશમાં પણ ચોરી કરતો હતો તે જાણી શકાયુ નથી. આરોપીનું નામ વિક્રમ કોળી છે, વધુ વિગતો પુછપરછ બાદ બહાર આવશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં વ્યાજ બાબતે યુવકનું અપહરણ, પોલીસે બે આરોપીને ઝડપ્યા
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)
Published on: Nov 03, 2023 09:21 AM
Latest Videos