Surendranagar News: સાયલાના રાયગઢ ગામમાં 81 ખેડૂતોને PGVCL કંપનીએ ફટકાર્યો 1 કરોડથી વધારેનો દંડ! જુઓ Video
સાયલા તાલુકાના રાયગઢ ગામના અંદાજે 81 ખેડુતોને PGVCL કંપનીએ કોઇપણ જાતના ચેકીંગ વગર વીજચોરીનું અંદાજે એક કરોડ ઉપરનું બીલ ફટકારતા ખેડુતોએ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર સર્કલ કચેરીએ પહોચી ઉગ્ર રજૂઆત કરી અને પંદર દિવસમાં નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
Surendranagar News: સાયલા તાલુકાના રાયગઢ ગામના અંદાજે 81 ખેડૂતોને PGVCL કંપનીએ કોઇપણ જાતના ચેકીંગ વગર વીજચોરીનું અંદાજે એક કરોડ ઉપરનું બીલ ફટકારતા ખેડૂતોએ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર સર્કલ કચેરીએ પહોચી ઉગ્ર રજૂઆત કરી અને પંદર દિવસમાં નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
સાયલા તાલુકાના ખેડૂતો એવા આક્ષેપ સાથે સુરેન્દ્રનગર સર્કલ કચેરીએ પહોંચ્યા અને ચેકીંગ વગર ખોટી રીતે વિજચોરીનું બીલ 81 ખેડૂતોને ફટકાર્યુ હોઈ જેથી તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા રજુઆત કરી અને વિજચોરીનું બીલ પરત ખેંચવા માંગ કરી હતી.
ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો હતો કે સરકારી ખરાબામાં આવેલ જયોતિગ્રામનું ટી.સી. છે તેની સાથે કોઈ PGVCLના કર્મચારીએ ખેતીના પાવર સાથે જોડી દેતા તંત્ર એ ખેડૂતોએ આ પાવર જોડતો હોવાના આક્ષેપ સાથે 81 ખેડૂતોને રૂપિયા એક કરોડ કરતા વધુનો દંડ ફટકારી નોટીસ મોકલી હતી.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)