Srinagarના Lal Chowkથી ભવ્ય ત્રિરંગા યાત્રામાં 700 બાઇક સવારોએ ભાગ લીધો

|

Jul 28, 2022 | 8:55 PM

અનુચ્છેદ 370 નાબૂદ કર્યા પછી, શ્રીનગરનું (Srinagar) લેન્ડસ્કેપ બદલાયું હોય તેવું લાગે છે, કારગિલ વિજય દિવસ પર અહીં જોવા મળેલો નજારો દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ બની ગયો છે.

જમ્મુ-કાશ્મીરમાંથી (JK) અનુચ્છેદ 370 હટાવ્યા બાદ શ્રીનગરનો (Srinagar) માહોલ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે, કારગિલ વિજય દિવસ પર અહીં જોવા મળેલો નજારો દેશવાસીઓ માટે ગર્વની ક્ષણ બની ગયો છે. એક-બે નહીં પરંતુ 700 બાઇક સવારોએ શ્રીનગરના લાલ ચોકથી (Lal Chowk)ભવ્ય ત્રિરંગા યાત્રા કાઢી હતી. તરુણ ચુગ, તેજસ્વી સૂર્યા અને રવિન્દ્ર રૈના જેવા નેતાઓ આમાં સામેલ હતા. બાઇક રેલી દરમિયાન યુવાનોનો ઉત્સાહ જોવા લાયક હતો. લાલ ચોકથી આ ત્રિરંગા કૂચ કારગીલ વોર મેમોરિયલ સુધી ગઈ હતી. અહીં સૌએ દેશની રક્ષા કરતા બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Published On - 8:55 pm, Thu, 28 July 22

Next Video