Delhi blast case: મૌલાના આસીમ કાસમીને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યું, મોબાઇલ અને લેપટોપ જપ્ત
NIA એ ઉત્તરાખંડના હલ્દ્વાનીમાંથી મૌલાના કાસમી નામના આરોપીની ધરપકડ કરી છે. આતંકી ઉમરની કૉલ ડિટેલના આધારે હલ્દ્વાનીના બિલાલી મસ્જિદના ઇમામ સકંજામાં, પૂછપરછ શરૂ થઈ.
દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NIA એ ઉત્તરાખંડના હલ્દવાનીમાંથી મૌલાના કાસમી નામના આરોપીની ધરપકડ કરી છે.
આતંકી ડૉ. ઉમર ઉન નબીની કૉલ ડિટેઇલની તપાસ દરમિયાન કાસમીનું આતંકી કનેક્શન સામે આવ્યું હતું. NIA દ્વારા આરોપીને દિલ્હી લાવીને બ્લાસ્ટ અને જૈશ-એ-મોહમ્મદ સાથેના તેના કનેક્શન અંગે સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કાસમી હલ્દવાની બિલાલી મસ્જિદનો ઇમામ છે. કાસમીનો મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યો છે. કલાકોની પૂછપરછ પછી, છોડી મુકવામાં આવ્યો હતો, મૌલવી મોડી રાત્રે બહાર આવ્યા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
અગાઉ, NIA ટીમે નૈનીતાલના તલ્લીતાલ હરિનગર વોર્ડમાં મસ્જિદના ઇમામની લગભગ ત્રણ કલાક સુધી વિગતવાર પૂછપરછ કરી હતી. આ પછી, તેમને પણ છોડી દેવામાં આવ્યા હતા. આમ, NIA એ દિલ્હી વિસ્ફોટ કેસના સંદર્ભમાં નૈનીતાલ અને હલ્દવાનીથી અટકાયત કરાયેલા ત્રણ વ્યક્તિઓને પૂછપરછ બાદ મુક્ત કર્યા છે.
