છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદના કારણે અનેક પાકોને નુકસાન, સત્વરે સહાય ચુકવવા માગ

| Updated on: Nov 28, 2023 | 12:56 PM

રાજ્યમાં પડેલો કમોસમી વરસાદ ખેડૂતો પર કહેર બનીને પડ્યો હતો, ખેડૂતોએ વાવેલા પાકની સાથે તૈયાર થઈ ગયેલા પાકને પણ નુકસાન થયું છે. ત્યારે છોટા ઉદેપુરમાં પણ કપાસ, તુવેર, મકાઈ સહિતના પાકોને નુકસાન થયું છે. ત્યારે સરકાર સર્વે કરીને જલ્દી સહાય ચુકવે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

છોટા-ઉદેપુરમાં માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. કપાસ, તુવેર અને મકાઈ સહિતના પાક ધોવાઈ ગયા છે. તો ખેતરમાં લણીને રાખેલી ડાંગર પાણીમાં તરબોળ થતા ખેડૂતો માટે તે હવે નકામી બની છે. આવી પલળી ગયેલી ડાંગર પશુઓને ખાવામાં પણ ઉપયોગી કરી શકાતો નથી. ખેડૂતોએ તલાટી અને ગ્રામ સેવકને બોલાવીને વરસાદથી પાકને થયેલા નુકસાન અંગે જાણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર સરવે બાદ સહાય ચુકવે તો જગતના તાતને થોડી રાહત મળશે.

મહત્વનું છે કે ખેડૂતોએ તલાટી અને ગ્રામ સેવકને વરસાદ થયેલા પાકના નુકસાન અંગે માહિતી આપી હતી અને રાજ્ય સરકાર દ્વારા ઝડપી સર્વે કરીને સહાય ચુકવવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે છે.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં વરસાદ પડતા પાકને નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માગ

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Makbul Mansuri)