તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફ્રન્સ ‘આઈફા એવોર્ડ્સ 2022’ (IIFA Awards 2022)માં અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) અને બોલીવુડના કિંગ ગણાતા સલમાન ખાને (Salman Khan) અન્ય જાણીતા કલાકાર વરુણ ધવન સાથે મળીને ધમાલ મસ્તીનો તડકો લગાવી દીધો હતો. આ ઇવેન્ટમાં અનન્યા પાંડેએ પ્રાયોજકોને મફત કાર માટે પૂછ્યું હતું, જેને લઈને સલમાન ખાને તેણીને ‘ચંકી પાંડેની દીકરી છો, પિતા પર ગઈ છો,’ આવું કહીને અભિનેત્રી અનન્યા પાંડેને ખુબ જ હાસ્યાસ્પદ રીતે ટ્રોલ કરી હતી. આ વાયરલ વીડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા જગાવી રહ્યો છે.
અમે તમને જણાવી દઈએ કે, આ સેગમેન્ટ દરમિયાન, અભિનેતા સલમાન ખાને ઓસ્કાર એવોર્ડ્સમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક્સની બોલાચાલી પર પણ પ્રતિક્રિયા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન જ્યારે પણ જાહેરમાં અથવા ઈવેન્ટ્સમાં જોવા મળે છે, ત્યારે તે તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતા નથી. અભિનેતા દરેક સહકલાકારની સાથે મસ્તી મજાક કરવા માટે જાણીતો છે. તાજેતરમાં, અભિનેતાએ મનીષ પોલ, વરુણ ધવન અને અનન્યા પાંડે સાથે IIFA 2022ની વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટ દરમિયાન, સલમાન ખાને અનન્યા સાથે ખુબ ધમાલ મસ્તી કરી હતી, અને તેણીની ચંકી પાંડેની પુત્રી હોવા બદલ તેના પર મજાક ઉડાવી હતી.
અમે તમને જણાવી દઈ કે, આ વર્ષે આઈફા એવોર્ડ્સ આગામી તા. 20 અને 21/05/2022ના રોજ યાસ આઈલેન્ડ, અબુ ધાબીમાં યોજાશે. તાજેતરમાં યોજાયેલી પ્રેસ ઈવેન્ટમાં આ ચારેય બોલિવૂડ સ્ટાર્સે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સલમાન ખાને બ્લેક પેન્ટ અને કોટ સાથે બ્લુ શર્ટ પહેર્યો હતો, જ્યારે ‘ગહેરાઇયાં’ ફિલ્મ સ્ટાર અનન્યાએ લીલા રંગનો ડ્રેસ પહેરીને સ્ટાઇલિશ તડકો લગાવ્યો હતો.
IIFA 2022ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, મનીષ પોલે સલમાન ખાનને અનન્યા પાંડેને કેટલીક સલાહ આપવા કહ્યું હતું. કારણ કે તેણી આ વર્ષના એવોર્ડ ફંક્શનમાં ડેબ્યૂ કરશે. જેના જવાબમાં દબંગ સ્ટારે અભિનેત્રીને પ્રાયોજકો પાસેથી ખાતરી કરવા કહ્યું હતું કે તેણીને મફત કાર મળશે કે નહીં.
અનન્યા પાંડે સલમાન ખાનના આ પ્રશ્ન બાદ IIFAના પ્રાયોજકોને પૂછે છે, “નેક્સા, શું મને ફ્રીમાં કાર મળશે?” એવું પૂછયા બાદ નેક્સાએ તેમની મંજૂરી આપી દીધી હતી અને સલમાને કહ્યું કે, “તેણી ચંકીની દીકરી છે, તેના પિતા જેવી જ છે.” ‘રાધે’ના સ્ટારે ક્રિસ રોક અને વીલ સ્મિથની બોલાચાલી અંગે કહ્યું કે, “હોસ્ટ માટે સંવેદનશીલ હોવું મહત્વપૂર્ણ છે. રમૂજ હંમેશા બેલ્ટની ઉપર હોવી જોઈએ અને ક્યારેય બેલ્ટની નીચે ન હોવી જોઈએ.”
સલમાન ખાને ઉમેર્યું હતું કે, “મેં બિગ બોસ, દસ કા દમ જેવા શો અને સ્ટેજ પર ઘણા લાઇવ શો હોસ્ટ કર્યા છે. જ્યારે પણ મેં બિગ બોસ હોસ્ટ કર્યું છે અને કોઈ એક સ્પર્ધક સાથે કંઈક ખોટું થયું છે જેણે મને ગુસ્સો કર્યો છે અથવા નિરાશ કર્યો છે, ત્યારે હું તે શોમાં કહીશ, પરંતુ મને ખબર છે કે તેની એક મર્યાદા છે. દિવસના અંતે, સ્પર્ધકો પણ ઘરમાં રહેતા હોય છે અને તેઓએ પ્રદર્શન કરવાનું હોય છે, તેથી તેમના પ્રત્યે ધીરજ અને સંવેદનશીલ બનવાનું શીખો. હું એક સીમારેખા પાર કરતો નથી.”
આ પણ વાંચો – ફરાહ ખાન અલીએ ઉર્ફી જાવેદને કપડાં પહેરવાની આપી ‘સલાહ’, મળ્યો કંઈક આવો જવાબ