જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક- જુઓ Video
ભારત એક એવો દેશ છે જ્યાં સનાતન ધર્મની રક્ષા કરવાનું કામ સાધુ સંતો કરી રહ્યા છે. આ સાધુ સંતો અને તપસ્વીઓના તપની શક્તિ શું હોય છે તે આ વીડિયોમાં જોઈ શકાય છે જ્યાં ભલભલા વનનો રાજા પણ નતમસ્તક થઈ જાય છે તો વિશાળકાળ ગજરાજ પણ નમન કરે છે. જુઓ વીડિયો
સનાતનની શક્તિ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ કોઈ AI જનરેટેડ વીડિયો નથી. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ભારતના સનાતનની શું તાકાત છે. એક તપસ્વી સાધુ અહીં તપ કરી રહ્યા છે અને ભલભલા સાવજ પણ તેમની બાજુમાંથી નતમસ્તક થઈને નીકળી જાય છે. આ જ છે જપ, તપની તાકાત. જેના તેજ સામે ભલભલા ખૂંખાર પ્રાણીઓ પણ તેનો મૂળ સ્વભાવ છોડીને શાંત પડી જાય છે. તેમની પ્રકૃતિ છોડીને સાવ શાંત બની જાય છે.
કાળની કાળી રેખા અને ભાગ્યના બંધનો એક ક્ષણમાં જ્ઞાનાગ્નિમાં દહન પામે છે. અઘોરની દિવ્ય અગ્નિમાં કર્મ અને ભાગ્યનું રૂપાંતર થાય છે.
સનાતન ધર્મના પ્રહરી કહેવાતા સન્યાસીઓના તપની એ તાકાત હોય છે કે તેઓ હિંસક વન્ય જીવોની વચ્ચે પણ બેફિકર થઈને ધ્યાન ધરી શકે છે. સિંહોના ઝુંડની વચ્ચે પણ તેઓ તેમની સ્થિતપ્રજ્ઞતા સાથે રહી શકે છે. આ જ છે સનાતન ધર્મમાં તપસ્વીઓની તાકાત. જેઓ જીવ અને પરમ શૈવ સ્વરૂપ છે.
અલખ નિરંજનના સ્મરણથી જડતા ચેતનામાં પરિવર્તિત થાય છે અને જીવનના તમામ બંધનો તૂટી જાય છે.
ભગવા વસ્ત્ર અને હાથમાં ખપ્પર ધારણ કરનાર ભૈરવ સ્વરૂપ શિવ વૈરાગ્ય, નિર્ભયતા અને અહંકારના સંપૂર્ણ વિસર્જનનું પ્રતીક છે. તેઓ જીવન અને મૃત્યુથી પર રહેલા પરમ ચૈતન્યના સ્વરૂપ છે.
