ગુજરાત – મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસની કાર્યવાહી, ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાઇ બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી, જુઓ વીડિયો

|

Apr 07, 2024 | 9:12 AM

ખાનગી ટ્રાવેલ્સ બસમાં બિનવારસી હાલતમાં  રોકડ અને ચાંદી ઝડપાઈ છે. ઇન્દોરથી ગુજરાત આવતી બસમાં તપાસ સમયે ચાંદી અને રોકડ મળી આવી હતી. મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર પર પોલીસ અને SITએ સઘન ચેકિંગની કાર્યવાહિ હાથ ધરી હતી .

દેશમાં અવારનવાર બિનવારસી હાલતમાં કેટલીક વસ્તુઓનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે આવી જ ઘટની ફરી એક વાર સામે આવી છે.  ખાનગી ટ્રાવેલ્સ બસમાં બિનવારસી હાલતમાં  રોકડ અને ચાંદી ઝડપાઈ છે. ઇન્દોરથી ગુજરાત આવતી બસમાં તપાસ સમયે ચાંદી અને રોકડ મળી આવી હતી. મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર પર પોલીસ અને SITએ સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી . ગુજરાત અને મધ્યપ્રદેશને બોર્ડર પર મધ્ય પ્રદેશની પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ તે સમયે રોકડ અને ચાંદી ઝડપાઈ હતી, જેનું મુલ્ય લગભગ 1 કરોડથી વધુ છે.

બીજી તરફ લોકસભાની ચૂંટણીના પગલે આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત – રાજસ્થાન બોર્ડર, ગુજરાત – મધ્ય પ્રદેશ બોર્ડરનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video