Rahul Gandhi Marriage: રાહુલ ગાંધીએ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, રાહુલને લગ્ન માટે કેવી છોકરી પસંદ છે? જુઓ VIDEO

| Edited By: | Updated on: Jan 25, 2023 | 3:32 PM

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યુ કે, જ્યારે કોઈ છોકરીને મારા જીવનમાં આવવાનું હશે, ત્યારે તે આવી જશે, મને લવીંગ પર્સન(પ્રેમાળ) અને ઈન્ટેલિજન્ટ(બુદ્ધીમાન) હોય તેવી છોકરી પસંદ છે.

રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, ત્યારે તેમની યાત્રા દેશના અનેક રાજ્યમાંથી પસાર થઈ રહી છે, હાલ તેમની યાત્રા જમ્મુ કાશ્મીરમાં પહોચી છે. રાહુલ ગાંધી જ્યારે રાજસ્થાનમાંથી ભારત જોડો યાત્રા લઈને પહોચ્યા હતા, ત્યારે એક કામીયા જાની નામના Youtuber તેમનું ઈન્ટરવ્યું કર્યું હતું.

તેમને સવાલ કરવામાં આવ્યો કે લગ્ન ક્યારે કરશો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, સારી છોકરી મળશે ત્યારે લગ્ન કરીશ. તેમને લગ્ન માટે કેવી છોકરી જોઈએ તેના વિશે પુછતા જણાવ્યું હતું કે જ્યારે કોઈ છોકરીને મારા જીવનમાં આવવાનું હશે, ત્યારે તે આવી જશે, મને લવીંગ પર્સન(પ્રેમાળ) અને ઈન્ટેલિજન્ટ(બુદ્ધીમાન) હોય તેવી છોકરી પસંદ છે.

મહત્વનું છે કે રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ થયો છે અને હાલ તેમની ઉંમર 52 વર્ષની છે. રાહુલ ગાંધીને હજી તેમના ચાહકો કે સમર્થકો યુવા નેતા તરીકે જોવે છે. રાહુલ ગાંધી ક્યારે લગ્ન કરશે અને કોની સાથે કરશે અને કેટલા વર્ષની ઉમરે કરશે તે મોટો સવાલ છે.