Viral Video : આ શ્રમિક બાળકનો વીડિયો જોઇને તમારી પણ આંખો ખુલ્લી રહી જશે, વીડિયો જોઇ લોકો બોલ્યા વાહ !

આ વીડિયોની ખાસ વાત એ છે કે જેણે પણ આ વીડિયો જોયો છે તે આ વ્યક્તિની તુલના માઈકલ જેક્સન સાથે કર્યા વિના પોતાની જાતને રોકી શક્યો નથી.

Viral Video : આ શ્રમિક બાળકનો વીડિયો જોઇને તમારી પણ આંખો ખુલ્લી રહી જશે, વીડિયો જોઇ લોકો બોલ્યા વાહ !
| Edited By: | Updated on: Oct 23, 2021 | 7:45 AM

બાળકોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી ચૂક્યા છે. તાજેતરમાં જ છત્તીસગઢના (Chhattisgarh) રહેવાસી સહદેવે (Sahdev) એવું ગીત ગાયું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો હતો. હાલમાં જોઇએ તો તે આજે એક સેલિબ્રિટી બની ગયો છે. હાલમાં જ એક મજૂર બાળકનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોની ખાસ વાત એ છે કે જેણે પણ આ વીડિયો જોયો છે તે આ વ્યક્તિની તુલના માઈકલ જેક્સન સાથે કર્યા વિના પોતાની જાતને રોકી શક્યો નથી. તો કેટલાક લોકો એવા છે કે જેમણે એમ પણ કહ્યું કે ડાન્સના ભગવાન પણ આ વ્યક્તિની સામે નિષ્ફળ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરો કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહ્યો છે, પરંતુ અચાનક તેની અંદરનો ડાન્સર જાગી જાય છે અને તે એક પ્રોફેશનલ ડાન્સરની જેમ ડાન્સ કરવા લાગે છે. આ મજૂરના ડાન્સ દરમિયાન હાથ -પગનો તાલમેલ ખૂબ સારો હોય છે. તો, ચહેરાના હાવભાવ એવા છે કે જેને જોઈને, નિશ્ચિતપણે કહી શકાય કે આ વ્યક્તિ સંપૂર્ણપણે ડાન્સમાં ડૂબી ગયો છે.

આ મજૂરનો ડાન્સ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. એક યુઝરે વીડિયો પર ટિપ્પણી કરતા લખ્યું, ‘તેની પ્રતિભાને આગળ લઇ જવાની જરૂર છે.’ એક યુઝરે લખ્યું, ‘ભગવાન આ બાળકને સાચા રસ્તે લઈ જાય.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ડાન્સરે ડાન્સ કરતી વખતે જે એક્સપ્રેશન્સ આપ્યા, તેણે દિલ જીતી લીધું. હું આ વીડિયો વારંવાર જોઉં છું.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ વીડિયો official_viralclips નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે તેને પણ તક મળવી જોઈએ. આ વીડિયો અત્યાર સુધી ઘણા લોકોએ જોયો છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 23 ઓક્ટોબર: વેપારના સ્થળે આંતરિક વ્યવસ્થા અથવા કાર્ય વ્યવસ્થામાં ફેરફાર કરવાની જરૂર, પરિવાર સાથે સમય પસાર કરો

આ પણ વાંચો –

KarvaChauth2021: આ વખતે કરવા ચોથ પર તમારી પત્નીને આપો આ ખાસ ભેટ, વધતી ઉંમર સાથે આવક પણ વધશે

આ પણ વાંચો –

ISCON Temple Attack: બાંગ્લાદેશના ઇસ્કોન મંદિરમાં હુમલાના પડઘા પડયા, કોલકાતામાં લાગ્યા પોસ્ટર તો પ્રદર્શનની કરી તૈયારી

Follow Us