Viral Video: માલિકની ઉદાસી દૂર કરવા અશ્વએ કર્યું આ કામ, લોકો બોલ્યા આને કહેવાય અસલી દોસ્તી

આ વિડીયો જોઈને તમને પણ એક વિચાર આવશે કે આખરે કેવી રીતે ઘોડો સમજી જાય છે કે તેની માલિક ઉદાસ છે અને તેની પાસે આવીને તેનો મૂડ સારો કરવાનો પ્રયાસ કરે છે.

Viral Video: માલિકની ઉદાસી દૂર કરવા અશ્વએ કર્યું આ કામ, લોકો બોલ્યા આને કહેવાય અસલી દોસ્તી
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Aug 17, 2021 | 7:46 PM

Viral Video:  માનવ અને પ્રાણી જીવનના ઘણા કિસ્સાઓ છે, જે કોઈપણનું દિલ જીતી લેશે. આ જ કારણ છે કે ઘણીવાર પ્રાણીઓ અને મનુષ્યોને એકબીજા પ્રત્યે ઘણો લગાવ હોય છે.  કહેવા માટે, શ્વાન મનુષ્યોનો સૌથી વફાદાર મિત્ર માનવામાં આવે છે કારણ કે તે દરેક મુશ્કેલ સમયમાં મનુષ્યો સાથે રહે છે. પરંતુ સમજદારી અને માણસોનો સાથ નિભાવવાના મામલામાં અશ્વ પણ પાછળ નથી. અશ્વ પણ પોતાના માલિકની ખુશી અને દુ:ખ સમજી જાય છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જ્યારે કોઈ ઘોડો તેના માલિકને દુખી જુએ છે, ત્યારે તે તેને હસાવવાની કોશિશ કરે છે. રેડિટ પર શેર કરેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક ઘોડો એક બાજુ ઉભો રહીને ચારો ખાઇ રહ્યો છે. ત્યારે થોડા દૂર તેની માલિક જમીન પર બેસી જાય છે અને ઉદાસ હોવાનો દેખાડો કરે છે. ઘોડો માલિક તરફ જુએ છે અને સમજી જાય છે કે તે ઉદાસ છે.

મહિલાને ઉદાસ જોઈને ઘોડો તેની પાસે પડેલું ઘાસ ઉપાડે છે અને મહિલા પાસે આવે છે અને તેણીને હસાવવા માટે તેની બાજુમાં ઉભો રહે છે. આ વિડીયો જોઈને તમને પણ એક વિચાર આવશે કે આખરે કેવી રીતે ઘોડો સમજી જાય છે કે તેની માલિક ઉદાસ છે અને તેની પાસે આવીને તેનો મૂડ સારો કરવાનો પ્રયાસ કરે છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકો ખૂબ ખુશ થયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાની સાથે જ લોકોએ પોતાની પ્રતિક્રિયા ઝડપથી આપવાનુ શરૂ કર્યું.

એક યુઝરે કહ્યું કે ભલે ગમે તે પ્રાણી હોય, તે આપણને સારી રીતે સમજે છે, આપણે ફક્ત તેને સમજવાની જરૂર છે.  તે જ સમયે, અન્ય એક યુઝરે કહ્યું કે માનવી અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ ચોક્કસપણે આ દુનિયામાં સૌથી અનોખો છે, જે એકબીજાની ભાષા સમજ્યા વગર એકબીજાની લાગણીઓને સમજે છે. અમુક ખાસ પ્રકારનાં આવા વાયરલ વિડિયો લોકોમાં પણ ઉંડી છાપ છોડી જતા હોય છે અને આ વિડિયો પણ કઈક એજ કેટેગરીમાં જોડાયો છે. સોશ્યલ મિડિયાનું પ્લેટફોર્મ મોજમસ્તી સિવાય ક્યારેક લર્નિગ લેશન પણ આપી જાય છે.

 

આ પણ વાંચોઅફઘાનિસ્તાનની મહિલાઓનો વીડિયો વાયરલ, આ વીડિયો જોઈ લોકો થઇ રહ્યા છે ઉદાસ

આ પણ વાંચો  : Viral Video : કચરો વિણતી મહિલા બોલી એવુ અંગ્રેજી જેને સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા !