
Viral Video : દેશમાં દરરોજ હજારો માર્ગ અકસ્માતો થાય છે. જેમાં કેટલાક લોકો દર્દનાક અકસ્માતનો (Accident)ભોગ બને છે, તો કેટલાક લોકોના નસીબ સારા હોય છે અને તેઓ બચી જાય છે. જો કે, મોટાભાગના અકસ્માતો ટ્રાફિકના નિયમોની અવગણના કરવા બદલ થતા હોય છે. આવુ જ કંઈક કર્ણાટકના(Karnataka) મેંગલોરમાં જોવા મળ્યુ હતુ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેજ સ્પીડમાં સ્કૂટી ચલાવતો યુવક માંડ માંડ બચે છે.
આ ઘટના મેંગલુરુના ઈલિયાર પડાવુ રોડ પર બની હતી. મંગળવારે સાંજે એક ખાનગી બસ મેંગલુરુથી ઈલિયાર પડવુ જઈ રહી હતી. તે સમયે રસ્તા પર બહુ વાહનો નહોતા. જેથી બસના ચાલકે અચાનક યુ-ટર્ન લીધો હતો. આ દરમિયાન તેણે બીજી બાજુથી તેજ સ્પીડથી આવતા સ્કૂટર ચાલકને જોયો નહોતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સ્કૂટર ચાલક બસની ટક્કરથી બચી જાય છે. જોકે દરેકનું નસીબ એટલું સારું હોતું નથી. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTV માં કેદ થયા હતા. હવે આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે, આ યુવક બસની ટક્કરથી તો બચી ગયો પણ તે આગળ જઈને ઝાડ સાથે અથડાય છે.આ શોકિંગ વીડિયો ટ્વિટર પર Mangalore City નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 39 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે,ઉતાવળનુ પરિણામ આવુ જ હોય છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, યુવક ખરેખર નસીબદાર આ ભયંકર અકસ્માતમાંથી બચી ગયો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video : કાકાએ ગ્રાહકોને ઈમ્પ્રેસ કરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા