રશિયાના રાષ્ટ્રપતિ (Russia Ukraine War) વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન સામે યુધ્ધની જાહેરાત પછી રશિયન દળોના હુમલાઓ તેજ થઈ ગયા છે. રશિયન સેના યુક્રેનના શહેરોમાં લશ્કરી મથકોને નિશાન બનાવીને હુમલા કરી રહી છે. આ સાથે રશિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેણે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો 24 ફેબ્રુઆરી ગુરુવારે સવારે થયેલા પહેલા હુમલા બાદથી સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ઘણા વીડિયો વાયરલ થયા છે. આ સમયે એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ થોડીવાર માટે ભાવુક થઈ જશો.
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, યુદ્ધ એક એવી ભયાનક પરિસ્થિતિ છે. જ્યાં લોકોનું એકમાત્ર કાર્ય તેમના પોતાના જીવન બચાવવા અને તેમના પરિવારના સભ્યોનો જીવ બચાવવાનું છે. આને લગતો એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પિતા બસમાં બેસીને પોતાના બાળકને અલવિદા કહી રહ્યા છે. આ દરમિયાન પિતા-પુત્રીની આંખો ભીની થઈ જાય છે.
A Ukrainian father says goodbye to his family, while he stays behind to fight the Russians😭#Ukraine #StopWar pic.twitter.com/g3DuFKM5Op
— Lil (@lil_whind) February 24, 2022
આ વીડિયો ટ્વિટર પર @lil_whind નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને આ સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રણ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘એક યુક્રેનિયન પિતા પોતાના પરિવારને અલવિદા કહે છે. જ્યારે તે રશિયનો સામે લડવા પાછળ રહે છે.’ તેની સાથે જ આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વીડિયો જોયા બાદ ઘણા લોકોએ ઈમોશનલ કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું છે કે, ‘ભગવાન આ પિતા અને યુક્રેનની રક્ષા કરે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ભગવાન આ માણસને જલ્દીથી તેના પરિવાર સાથે મિલન કરાવે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ખરેખર દિલને હચમચાવી દેનારો વીડિયો છે. આના પર ઘણા વધુ લોકોએ આ અંગે તેમના પ્રતિભાવો આપ્યા છે.
આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર કર્યા 203 હુમલા, યુદ્ધની 10 તસવીરમાં જાણો સંપૂર્ણ ઘટના