Viral: માલિક સાથે કસરત કરી રહેલા કુતરાનો વીડિયો વાયરલ, લોકોએ કર્યા ખુબ વખાણ

|

Dec 08, 2021 | 7:19 AM

કેટલાક કુતરા એવા છે જેમના માલિક તેમને વાયરલ કરવામાં કોઈ કસર છોડતા નથી. હવે આવા જ એક કૂતરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે લાગે છે કે ફિટનેસનો શોખ પ્રાણીઓને ચઢ્યો છે.

Viral: માલિક સાથે કસરત કરી રહેલા કુતરાનો વીડિયો વાયરલ, લોકોએ કર્યા ખુબ વખાણ
Dog Viral Video

Follow us on

તમે સોશિયલ મીડિયા (Social Media)પર નોર્મલથી લઈને સ્માર્ટ ડોગ્સના ઘણા વીડિયો જોયા હશે. કેટલાક કૂતરા એટલા ચપળ હોય છે કે તેઓ લશ્કર કે પોલીસમાં ભરતી થવા માટે તાલીમ પણ લે છે. તે ત્યારે કેટલાક કુતરા એવા છે જેમના માલિક તેમને વાયરલ કરવામાં કોઈ કસર છોડતા નથી. હવે આવા જ એક કૂતરાનો વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે લાગે છે કે ફિટનેસનો શોખ પ્રાણીઓને ચઢ્યો છે.

વાયરલ (Dog Viral Video)થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિની પાછળ એક કૂતરો ઉભો છે, જે વ્યક્તિની સંપૂર્ણ નકલ કરી રહ્યો છે. જ્યારે માણસ રસ્તાની વચ્ચે વર્કઆઉટ કરતો જોવા મળે છે, ત્યારે કૂતરો પણ તેની નકલ કરતો જોવા મળે છે. જેવી રીતે જ્યારે તે વ્યક્તિ ઉભો થાય છે ત્યારે કૂતરો પણ ઉભો થાય છે અને જ્યારે કોઈ વ્યક્તિ નીચે પડીને વર્કઆઉટ કરે છે, ત્યારે કૂતરો પણ નીચે સૂઈને વર્કઆઉટ કરતો જોવા મળે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આ ફની વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર (Twitter) પર શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે આ જ રીયલ ફોલોઅર છે. આ વીડિયોને શેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 41.2k વ્યૂઝ મળ્યા છે, જ્યારે તેને અત્યાર સુધીમાં 526 રીટ્વીટ અને 4,000 હજારથી વધુ લાઈક્સ મળી છે. આના પર લોકોએ ફની રિએક્શન પણ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો જેટલો ફની (Dog Funny Video)જોવાનો છે, તેટલો જ મજેદાર તેના કોમેન્ટ સેક્શનમાં કરવામાં આવેલી કોમેન્ટ્સ છે. લોકો તેને માત્ર એકબીજા સાથે શેર જ નથી કરી રહ્યાં પરંતુ તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું – “દુનિયાનો સૌથી ફિટ કૂતરો” બીજાએ કહ્યું “આ ખૂબ સરસ છે.” આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: E-PAN: ઈ-પાન કાર્ડના આ ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોય, જાણો અહીં

આ પણ વાંચો: Cute Baby Reel: સ્વેટર ધોતી આ બાળકીનો ક્યૂટ વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું ‘વાહ’

Published On - 6:52 am, Wed, 8 December 21

Next Article