Viral Video: દુલ્હા-દુલ્હન ઝુલાથી સ્ટેજ પર ગ્રાન્ડ એન્ટ્રી કરવા માગતા હતા પણ થયું કંઈક અલગ જ ! જૂઓ વીડિયો

|

Dec 14, 2021 | 6:45 AM

ભારતીય લગ્નોમાં, વર અને કન્યાની અન્ટ્રી પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. ક્યારેક આ ચક્કરમાં દુર્ઘટના પણ થાય છે. ગ્રાન્ડ વેડિંગ એન્ટ્રીની આવી એક ક્લિપ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

Viral Video: દુલ્હા-દુલ્હન ઝુલાથી સ્ટેજ પર ગ્રાન્ડ એન્ટ્રી કરવા માગતા હતા પણ થયું કંઈક અલગ જ ! જૂઓ વીડિયો
Bride and Groom

Follow us on

આજકાલ દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માંગે છે. આ માટે ઘણી વખત વરરાજા પણ ઘણી તૈયારીઓ કરે છે. એટલું જ નહીં, ઘણી વખત તેમની એન્ટ્રી એવી હોય છે કે લોકો જોતા જ રહી જાય છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ સામે આવ્યું છે. જેમાં વર-કન્યાની એન્ટ્રી જોઈને લોકો દંગ રહી ગયા હતા. વાત એવી છે કે આ વીડિયો (Viral Videos) જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

છત્તીસગઢ (Chhattisgarh)ના રાયપુરથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમે પણ એક ક્ષણ માટે દંગ રહી જશો. કારણ કે, જ્યારે વર-કન્યાની ગ્રાન્ડ એન્ટ્રી થઈ રહી હતી, તે સમયે આવી ઘટના બની, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હા-દુલ્હન (Bride and Groom) ભવ્ય એન્ટ્રી લેવા માટે એક ભવ્ય ઝૂલા પર બેઠા છે. તેનો આકાર સ્વિંગ ગોલ રિંગની જેમ બનાવેલો છે. ત્યારે વર-કન્યાને હવામાં ઉંચા ઉઠાવામાં આવે છે. થોડાવારમાં તેઓ સારી એવી ઊંચાઈએ પહોંચે છે, ત્યાં અચાનક એક તરફનો સ્વિંગનો તાર તૂટી જાય છે અને તે બંને ઝૂલા સાથે સ્ટેજ પર લટકી જાય છે અને નીચે પડી જાય છે. બંનેને પડતા જોઈને ત્યાં હાજર લોકો ડરી ગયા અને બધા લોકો વર-કન્યા તરફ દોડ્યા.

આ વીડિયો ટ્વિટર (Twitter) પર ‘@amandeep14’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે અને લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘લગ્નને રોમાંટિક નહીં, રોમાંચક બનાવાના ચક્કરમાં આવા ખેલ થઈ જાય છે! ત્યારે અન્ય યુઝરે લખ્યું, સ્ટાઈલના ચક્કરમાં આબરૂ ગઈ મહેમાનો સામે.

અન્ય એક યુઝરે કહ્યું કે ઘણી વખત આવી ઘટનાઓ ઉતાવળમાં ઘટી જાય છે. તેથી થોડી સાવધાની રાખવી જોઈએ. આ સિવાય કેટલાક લોકોએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે આ દરમિયાન તેમને વધારે ઈજા ન થઈ હોય. આ સિવાય આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)ના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Mumbai: ડાન્સ બાર પર દરોડા, છોકરીઓને છુપાવવા માટે બનાવવામાં આવ્યો હતો સિક્રેટ રૂમ, 17 ડાન્સર પકડાઈ

આ પણ વાંચો: AHMEDABAD : એક જ અઠવાડિયામાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશનની 5 ફરિયાદ

Next Article