Viral Video: સોનુ નિગમનો અનોખો અંદાજ: INS વિક્રાંત પર ગાયા હૃદયસ્પર્શી ગીતો, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !- જુઓ Video

| Updated on: Jan 27, 2026 | 8:28 PM

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે મુંબઈના પશ્ચિમી નૌકાદળ કમાન્ડ ખાતે એક યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના ગૌરવ સમાન INS વિક્રાંતના ડેક પર સોનુ નિગમે તેના સંગીત જૂથ સાથે દેશભક્તિના એવા ગીતો ગાયા કે સાંભળીને સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.

ગણતંત્ર દિવસના પર્વની ઉજવણીનો ઉત્સાહ અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. તેવામાં મુંબઈના પશ્ચિમી નૌકાદળ કમાન્ડ (Western Naval Command) થી એક એવો વીડિયો સામે આવ્યો છે જે દરેક ભારતીયનું દિલ જીતી રહ્યો છે. ભારતનો ગૌરવશાળી પદ્મશ્રી ગાયક સોનુ નિગમે તેના મિત્રો સાથે મળીને નૌકાદળના જવાનો માટે એક વિશેષ સંગીતમય કાર્યક્રમ રજૂ કર્યો હતો.

આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ તેની પૃષ્ઠભૂમિ હતી. સોનુ નિગમે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર ઉભા રહીને પર્ફોર્મન્સ આપ્યું હતું. સમુદ્રની વચ્ચે સ્થિત આ વિરાટ જહાજ અને સોનુ નિગમનો મધુર અવાજ – આ સંગમે એક અલૌકિક વાતાવરણ ઊભું કર્યું હતું.

સોનુ નિગમે જ્યારે ફિલ્મ ‘બોર્ડર’નું સુપ્રસિદ્ધ ગીત “સંદેશા આતે હૈ…” લલકાર્યું, ત્યારે ત્યાં હાજર અનેક નૌકાદળના જવાનોની આંખોમાં ભીની થઈ ગઈ હતી. આ ઉપરાંત તેણે ‘એ વતન, મેરે વતન’ અને ‘કલ હો ના હો’ જેવા ભાવનાત્મક ગીતો રજૂ કરીને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. સોનુ નિગમે જણાવ્યું હતું કે, “આપણા જવાનોની હાજરીમાં અને આ ઐતિહાસિક જહાજ પર ગાવા બદલ હું મારી જાતને ધન્ય માનું છું.”

આ સંગીત સંધ્યાના નાના ક્લિપ્સ અને વીડિયો ઇન્સ્ટાગ્રામ અને એક્સ (ટ્વિટર) પર વાયરલ થઈ રહ્યા છે. લોકો સોનુ નિગમની આ પહેલને બિરદાવી રહ્યા છે અને તેને આ ગણતંત્ર દિવસની સૌથી ‘હૃદયસ્પર્શી’ (Heart-touching) ભેટ ગણાવી રહ્યા છે.

Video Cutsee: Musicislobb