Pushpa Song: પુષ્પાના શ્રીવલ્લી ગીતનો નશો નથી ઉતરતો, હવે મુંબઈ પોલીસે આપ્યું ખાસ પર્ફોર્મન્સ

|

Mar 15, 2022 | 8:11 AM

મુંબઈ પોલીસે ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા છે. હાલમાં જ પોલીસ કર્મચારીઓ પુષ્પા ફિલ્મના ગીત શ્રીવલ્લી પર પરફોર્મન્સ આપતા જોવા મળે છે. દરેક લોકો મુંબઈ પોલીસના બેન્ડની પ્રશંસા કરતા જોવા મળે છે.

Pushpa Song: પુષ્પાના શ્રીવલ્લી ગીતનો નશો નથી ઉતરતો, હવે મુંબઈ પોલીસે આપ્યું ખાસ પર્ફોર્મન્સ
mumbai police band plays srivalli netizens were love this

Follow us on

રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna) અને અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ પુષ્પા (Pushpa The Rise) દરેક લોકો પસંદ કરી રહ્યા છે. કોઈ પણ સામાન્ય માણસ હોય દરેક પર તેનો જાદુ બોલે છે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. પરંતુ અત્યારે પણ અલ્લુના શાનદાર ડાયલોગ્સ, આકર્ષક ગીતો અને સોશિયલ મીડિયા પર તેના હૂક સ્ટેપ્સ ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યા છે. પ્રશંસકો ઉપરાંત, ઘણી સેલિબ્રિટીઝ પણ ઇન્સ્ટા પર ટ્રેન્ડ કરી રહેલા આ ગીત પર રીલ બનાવવામાં પાછળ રહેતા નથી. હવે આ ટ્રેન્ડમાં મહારાષ્ટ્રની મુંબઈ પોલીસ પણ જોડાઈ છે.

ઈન્ટરનેટ યુઝર્સ મુંબઈ પોલીસ (Mumbai Police) અવાર-નવાર તેમની રસપ્રદ સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં મુંબઈ પોલીસનું બેન્ડ પુષ્પા ફિલ્મનું પ્રખ્યાત ગીત શ્રીવલ્લી પરફોર્મ કરતું જોવા મળે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં મુંબઈ પોલીસના કર્મચારીઓ શહેનાઈ, સેક્સોફોન, ટ્રમ્પેટ અને વાંસળી સહિતના વિવિધ સંગીતનાં સાધનો વગાડતા જોઈ શકાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જૂઓ મુંબઈ પોલીસનો આ વીડિયો…

આ વીડિયો મુંબઈ પોલીસે ટ્વિટર પર શેયર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘ખાકી સ્ટુડિયો બંધ નહીં થાય! અમે મુંબઈકરોને ‘શ્રીવલ્લી’ ની ધૂન પર ઝૂમતા જોયા અને તેમાં જોડાવાનું નક્કી કર્યું. આ સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને હજારો લાઈક્સ અને વ્યૂઝ મળ્યા છે. આની સાથે જ લોકો આ અંગે પોતાની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ઘણાએ વીડિયોને “પરફેક્ટ”, “અમેઝિંગ” અને “ક્યુટ” ગણાવ્યો. ઘણા યુઝર્સે લખ્યું કે, ‘આટલી પ્રતિભા સાથે, અમને ખાતરી છે કે મુંબઈ પોલીસ અમને બધાને તેની ધૂન પર લાંબા સમય સુધી નાચતા રાખશે.’ આ સિવાય ઘણા વધુ યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

આ પણ વાંચો: Pushpa Movie: ‘પુષ્પા ધ રાઇઝ’ને 2022માં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો ‘ફિલ્મ ઓફ ધ યર’નો એવોર્ડ

આ પણ વાંચો: Pushpa Party: પુષ્પાની જબરદસ્ત સફળતા બાદ અલ્લુ અર્જુનની ટીમે રાખી એક શાનદાર પાર્ટી, જુઓ તસવીર

Next Article