Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Party: પુષ્પાની જબરદસ્ત સફળતા બાદ અલ્લુ અર્જુનની ટીમે રાખી એક શાનદાર પાર્ટી, જુઓ તસવીર

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ 'પુષ્પા: ધ રાઇઝ' 17 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ અને તરત જ સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઇ ગઇ.

Pushpa Party: પુષ્પાની જબરદસ્ત સફળતા બાદ અલ્લુ અર્જુનની ટીમે રાખી એક શાનદાર પાર્ટી, જુઓ તસવીર
Allu Arjun's team throw a Pushpa themed party after film's huge success
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 10:41 PM

અલ્લુ અર્જુન (Allu Arjun) તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની (Pushpa: The Rise) સફળતાની ઉજવણી કરી રહ્યો છે. આ ફિલ્મની બોક્સ ઓફિસ કમાણીથી તે ખૂબ જ ખુશ છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ બોક્સ ઓફિસ પર સફળતાના નવા આયામો સ્થાપી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

ફિલ્મના નિર્માતા અને અલ્લુ અર્જુન પણ આનાથી ઘણા ખુશ છે. આ ફિલ્મની સફળતાથી ખુશ અલ્લુ અર્જુન 16 દિવસની રજાઓ માટે દુબઈ ગયો હતો પરંતુ હવે તે ત્યાંથી પાછો ફર્યો છે. પરંતુ તેના પરત ફર્યા બાદ તેની ટીમ તેનું એવી રીતે સ્વાગત કરશે એ અલ્લુ અર્જુનને પણ ખબર ન હતી. અલ્લુ અર્જુન આવી પાર્ટી જોઈને ઘણો ખુશ થયો.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન દુબઈની 16 દિવસની યાત્રા બાદ પરત ફર્યો છે. તેનું સ્વાગત કરીને તેની ટીમે અભિનેતાને એક સરપ્રાઈઝ આપી હતી. આ ઉજવણીમાં અલ્લુ અર્જુને ‘પુષ્પા’ થીમ આધારિત બૅશમાં હાજરી આપી હતી, જ્યાં બધું જ અભિનેતાની સફળ સહેલગાહથી પ્રેરિત હતું. સ્ટારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, “મારી #AAFAMILY દ્વારા સુંદર સરપ્રાઇઝ. #thgedele ના પ્રેમ બદલ આભાર.”

અગાઉ, અલ્લુ અર્જુનની લાડકી પુત્રી અરહાએ તેના પિતાનું અન્ય એક નાનકડી ઉજવણી સાથે સ્વાગત કર્યું હતું. બાળકોએ ફ્લોરને સજાવ્યું અને જ્યારે અભિનેતા ઘરે પરત ફર્યા ત્યારે ફૂલોથી ‘વેલકમ નાના’ લખ્યુ હતુ. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાર્ટફેલ્ટ જેસ્ચર શેર કર્યો. અલ્લુ અર્જુને કેપ્શન આપ્યું, “વિદેશમાં 16 દિવસ રહ્યા પછી સૌથી સુંદર સ્વાગત”. અરહા ટાઈ-ડાઈ સ્લીપવેરમાં પોઝ આપતી જોવા મળે છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે અલ્લુ અર્જુનની દુબઈની લેટેસ્ટ ટ્રીપ વેકેશન માટે હતી કે વર્ક ટ્રીપ માટે.

બીજી બાજુ, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત ‘પુષ્પા: ધ રાઇઝ’ 17મી ડિસેમ્બર 2021ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ અને તરત જ સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઇ ગઇ. ફિલ્મની સફળતાથી ઉત્સાહિત, નિર્માતાઓ આ વર્ષે જ તેનો બીજો ભાગ લાવવાનું વિચારી રહ્યા છે. આ સિવાય અલ્લુ અર્જુન કોરાટાલા શિવની રિવેન્જ થ્રિલર આઈકોનમાં પણ કામ કરશે.

આ પણ વાંચો –

Mouni Roy Wedding Photos : મૌની રોયે સૂરજના નામની લગાવી મહેંદી, ખૂબ સુંદર લાગી રહી છે એક્ટ્રેસ

આ પણ વાંચો –

Fast And Furious 10 : ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના આગામી પાર્ટનો હિસ્સો બનશે Jason Momoa, વિલનના રોલમાં જોવા મળશે

g clip-path="url(#clip0_868_265)">