Viral Video : બાળપણમાં બધા લોકોને ઝુલા ઝુલવુ (Swing) ખુબ ગમે છે. હવામાં લહેરાતા એક બાજુથી બીજી બાજુ જવાની મજા જ કંઈક ઓર હોય છે. જો કે એવા ઘણા લોકો છે તેમની ઉંમર ગમે તે હોય પણ તે ઝૂલવાના શોખીન હોય છે, આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. ત્યારે આ દિવસોમાં આવો જ એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં એક યુવક જે રીતે તેના મિત્રને ઝુલા ઝુલાવી રહ્યો છે. જે જોઈને તમે પણ ચોંકી જશો.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ તેના મિત્રને ઝુલાવી રહ્યો છે. આ ઝુલો ઊંડા ખાડાની(Ditch) ધાર પર બાંધવામાં આવ્યો છે. તે ઝુલાને આગળ ધકેલે છે, જેથી તેનો મિત્ર સારી રીતે ઝુલે ઝુલી શકે, પરંતુ પછી અચાનક તેનો પગ ધાર પર લપસી જાય છે. જો કે, સદનસીબે તેનો પગ દોરડામાં અટવાઈ જતા તે ખાઈમાં પડતો બચી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર socialstarofficial નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના પર અત્યાર સુધીમાં 24.8 મિલિયન એટલે કે 30 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 8 લાખ 40 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.
યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ યુવકનુ નસીબ સારૂ હતુ.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આવી રીતે ઝુલે ઝુલવુ જોખમી સાબિત થઈ શકે છે.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video : લપસણી પર ક્યૂટ બિલાડી કરવા લાગી મસ્તી, વિડીયો જોઈને યાદ આવી જશે બાળપણના દિવસ