Video: વીડિયો જોઈ લોકો બોલ્યા ‘લગ ગયે ભાઈ કે તો’, યુવકે જોશમાં આવી પાણીમાં છલાંગ તો લગાવી પણ..

|

Dec 07, 2021 | 6:48 AM

ઘણા લોકો પ્રેક્ટિસ વગર જ વિવિધ પ્રકારના સ્ટંટ કરવા લાગે છે. જેમાં 1-2 વખત તો તેમનો સ્ટંટ સફળ થાય છે, પરંતુ તે હંમેશા બનતું નથી. અને આવી સ્થિતિમાં તેને નુકસાન સહન કરવું પડે છે.

Video: વીડિયો જોઈ લોકો બોલ્યા લગ ગયે ભાઈ કે તો, યુવકે જોશમાં આવી પાણીમાં છલાંગ તો લગાવી પણ..
Man jump into the water

Follow us on

સ્ટંટ બતાવવું એ દરેકના હાથની વાત નથી. આ માટે, સખત મહેનત કરવી પડે છે, ત્યારે છેક તેમાં નિપૂણતા આવે છે. જો કે ઘણા લોકો પ્રેક્ટિસ વગર જ વિવિધ પ્રકારના સ્ટંટ (Stunt) કરવા લાગે છે. જેમાં 1-2 વખત તો તેમનો સ્ટંટ સફળ થાય છે, પરંતુ તે હંમેશા બનતું નથી અને આવી સ્થિતિમાં તેને નુકસાન સહન કરવું પડે છે. ઘણી વખત સ્ટંટને કારણે લોકોને ગંભીર ઈજા પણ થાય છે.

આવો જ એક સ્ટંટ વીડિયો (Stunt video)આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેમાં એક યુવકને સ્ટંટ બતાવવા માટે મજબૂર કરવામાં આવે છે અને તેને ઈજા થાય છે. આ વીડિયો જોયા પછી તમે પણ ચોંકી જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક દૂરથી દોડતો આવે છે અને સ્ટંટ બતાવીને હવામાં કૂદીને પાણીમાં કૂદી પડે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પણ કદાચ તેને ખબર ન હતી કે તે જે પાણીમાં કૂદકો મારી રહ્યો છે, તેમાં પાણી એટલું ઓછું છે કે તે ઘૂંટણ સુધી પણ ન આવી શકે. હવે બિચારો યુવાન પાણીમાં કૂદી પડે છે, પણ માથું નીચે પડતાં જ તેને ખ્યાલ આવે છે કે પાણી ઓછું છે. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તેને ઈજા થઈ શકે છે. આ વિડિયો એકદમ આશ્ચર્યજનક છે.

હકીકતમાં, આ યુવાનનો કૂદકો પણ જોઈએ તેટલો પરફેક્ટ નથી. આ જ કારણ છે કે તેનો સ્ટંટ નિષ્ફળ જાય છે ત્યારે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર surendra_suru નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 26 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને 13 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

વીડિયો જોયા પછી, ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે, ‘લગ ગયે ભાઈ કે’, તો બીજા યુઝરે લખ્યું છે, ‘જોરદાર વાગ્યુ હશે’. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘સસ્તો નશો’. આવા જ લોકોએ બીજી ઘણી ફની કોમેન્ટ કરી છે.

આ પણ વાંચો: Bigg Boss 15 : આખરે તેજસ્વીએ કરણ કુન્દ્રાને ખુલ્લેઆમ કર્યો પ્રેમનો ઈઝહાર, જુઓ VIDEO

આ પણ વાંચો: રંગ લાવી રહ્યા છે સરકાના પ્રયાસ, રવી સીઝનમાં તેલીબિયાં અને ઘઉંના વાવેતર વિસ્તારમાં થયો વધારો

Next Article