Video : એક વ્યક્તિને પુલ પર સ્ટંટ કરવા પડ્યા ભારે, વીડિયો જોઈને લોકોએ કહ્યું “યે તો ખતરો કા ખેલાડી હૈ”

|

Sep 12, 2021 | 9:57 AM

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને પણ આશ્ચર્ય થશે. આ વીડિયોમાં એક વ્યક્તિ બાઇક ચલાવતી વખતે પુલ પર આશ્ચર્યજનક સ્ટંટ કરી રહ્યો છે, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ જે જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.

Video : એક વ્યક્તિને પુલ પર સ્ટંટ કરવા પડ્યા ભારે, વીડિયો જોઈને લોકોએ કહ્યું યે તો ખતરો કા ખેલાડી હૈ
Bike Stunt Video Viral on Social media

Follow us on

Viral Video: આજકાલ સ્ટંટને લઈને યુવાનોમાં ઘણો ક્રેઝ છે. સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એટલા ખતરનાક હોય છે, જે જોઈને ખુબ આશ્વર્ય થાય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Viral Video) જોવા મળે છે કે,એક વ્યક્તિ પુલ પર બાઇક સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે,પરંતુ થોડા સમય બાદ કંઈક એવુ થાય છે જે જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

ખતરનાક સ્ટંટ કરતા કંઈક આવુ થયુ

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ વીડિયોમાં જોઈ શકાય છે કે,મિત્રો વચ્ચે આ પુલ પાર કરવાની એક શરત છે અને તેમાંથી એક વ્યક્તિ આ શરત પૂરી કરવા માટે સંમત થાય છે અને લાકડાનાં બ્રિજ (Bridge)પર બાઇક ચલાવવાનું શરૂ કરે છે, પરંતુ બીજી જ ક્ષણે તેનું સંતુલન (Bike Balance) બગડી જાય છે અને તે સીધો ખાડામાં પડી જાય છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને શેર( Share) કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યું, “આગલી વખતે શરત અને સ્ટંટ બંને કાળજીપૂર્વક કરવામાં આવશે.” જ્યારે અન્ય યુઝર્સ લખ્યું, ‘તમારે આવા સ્ટંટ કરતા પહેલા વીમો ઉતારી લેવો જોઈએ.’ આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી HldMyBeer નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે એક રમુજી કેપ્શન (Funny Caption)પણ લખ્યું છે. આ ફની વીડિયોને 12 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને આપ્યો રિલેશનશિપનો કોન્ટ્રાકટ, સંબંધ નિભાવવા માટે રાખી આ 17 પેજની અજબ-ગજબ શરત

આ પણ વાંચો: Viral: મસાલા ઢોંસા ટેસ્ટ કર્યા બાદ બ્રિટિશ હાઈ કમિશનરે વડાપાઉંનો સ્વાદ ચાખ્યો! સોશિયલ મીડિયા પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

Next Article