મોટે ભાગે દરેક બાઇકરનો શોખ હોય છે કે તેની પાસે મોંઘી બાઇક હોય, જેના પર તે આશ્ચર્યજનક સ્ટંટ કરીને બતાવે. આ જ કારણ છે કે જેમની પાસે બાઇક છે તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે. ઘણાના માથા પર સ્ટંટ કરવાનું એવું ભૂત હોય છે કે તેઓ પોતાનો જીવ પણ ગુમાવે છે. પણ લોકો છે જે માનવાનું નામ જ નથી લેતા. આવા જ એક સ્ટંટનો વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કેટલાક લોકોને સ્ટંટ કરવાનો ઘણો ક્રેઝ હોય છે. ઘણી વખત લોકો એવા સ્ટંટ કરે છે જેને જોઈને અન્ય લોકોના રૂવાડાં ઉભા થઇ જાય છે. ક્યારેક ખતરનાક સ્ટંટ કરતી વખતે લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આમ થવા છતાં લોકો શીખતા નથી. હવે આ વીડિયો જ જોઇ લો, કેવી રીતે એક વ્યક્તિ પોતાની બાઇક સાથે બીચ હાઇવે પર સ્ટંટ કરી રહ્યો છે.
Sin manos… pic.twitter.com/rAqF5GPDMk
— El Chiki (@Elchiki_hn) October 9, 2021
વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે હાઈવે પર વાહન આગળ વધી રહ્યું છે, ત્યારે જ ફ્રેમમાં એક વ્યક્તિ દેખાય છે જે બાઇક પર ઉભા રહીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ, સંતુલન બગડતાં જ તે સીધો રસ્તા પર પડી જાય છે. જો કે, તે નસીબદાર હતો કે તે બીજી બાજુથી આવતા વાહન તરફ પડ્યો ન હતો, નહીં તો તેણે જીવ ગુમાવવો પડ્યો હોત.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકોએ બાઈકરને સૂચનાઓ આપવાનું શરૂ કર્યું. વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે ‘લોકો ખરેખર સ્ટંટ કરવાના ચક્કરમાં તેમના જીવનની પણ પરવા કરતા નથી.’ તે જ સમયે, અન્ય યુઝરે કહ્યું કે આપણે આવા ખતરનાક સ્ટંટથી બચવું જોઈએ. ‘જ્યારે અન્ય યુઝરે કહ્યું કે હવે તે કોઈ પણ સ્ટંટ કરતા પહેલા સો વખત વિચારશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –