હવે Maggiના પરાઠા બનાવ્યા, આ અત્યાચાર જોઈ યુઝર્સે કહ્યું ‘આ અક્ષમ્ય ગુનો છે’

|

Jan 27, 2022 | 10:04 AM

મેગીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. નાના હોય કે મોટા મેગી દરેકને પસંદ હોય છે, પરંતુ આ દિવસોમાં મેગી સાથે કંઈક એવું બન્યું છે કે જો તમે મેગીના શોખીન છો તો તમને ચોક્કસ ગુસ્સો આવી જશે.

હવે Maggiના પરાઠા બનાવ્યા, આ અત્યાચાર જોઈ યુઝર્સે કહ્યું આ અક્ષમ્ય ગુનો છે
Maggi Paratha (Viral Video Image)

Follow us on

વર્ષો બદલાયા છે, મહિનાઓ બદલાયા છે, દિવસો બદલાયા છે, પરંતુ મેગી પર થતો અત્યાચારનો સિલસિલો બદલાયો નથી. માત્ર બે મિનિટમાં તૈયાર થતી મેગી (Weird Food Experiment) લોકોને કેટલી ભાવે છે, તે બધા જાણે છે. જો તમને ભૂખ લાગી હોય અને તમે ઝડપથી કંઈક તૈયાર કરીને ખાવા માંગતા હોવ તો તે સ્થિતિમાં મેગી (Maggi)ને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. લોકો તેના પર વિવિધ પ્રકારના પ્રયોગો પણ કરે છે. જો કે, મેગી સાથે શું કરવામાં આવ્યું છે તે જોયા પછી, લોકો સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્તિ કરી રહ્યા છે.

મેગી પરાઠા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાનગીઓની યાદીમાં મેગી પરાઠાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે અમે સમજી શકીએ છીએ કે મેગી પ્રમીઓ કેવું અનુભવી રહ્યા હશે. આપને જણાવી દઈએ કે આ અજીબોગરીબ વાનગીની શોધ ઈન્દોરના એક સ્ટ્રીટ વેન્ડરે કરી છે, જે હાલમાં ઈન્ટરનેટ પર છવાયેલ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે શબ્જીને પહેલા સામાન્ય રીતે રાંધવામાં આવે છે અને પછી વેજ મેગી તૈયાર કરવામાં આવે છે. જે પછી, તેને ફરીથી સુકવ્યા પછી, તે લોટમાં ભરે છે અને તેને તૈયાર કર્યા પછી તવા પર પાકવા માટે છોડી દે છે. આ પરાઠાને માખણ ઉમેરીને પકવવામાં આવે છે. મેગી સાથેનો આ અત્યાચાર જોઈને મેગી પ્રેમીઓ ચોક્કસ માથું પકડી લેશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થતાં જ મોટાભાગના લોકો તેને જોઈને નિરાશ થઈ ગયા અને કહ્યું કે આ કોઈ મોટી ‘આપત્તિ’થી ઓછું નથી. આ મેગી પરાઠાનો વીડિયો જોઈને એક યુઝરે લખ્યું કે, આ જોયા પછી ‘નેસ્લે કંપની મેગી બનાવવાનું બંધ કરી દેશે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે ‘આ ગુનો છે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ જુઓ. ત્યાર બાદ, સારા ફૂડીઝ કોમામાં જશે.”

આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સ છે જેમણે આના પર પ્રતિક્રિયા આપી અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.” આ વીડિયો ફૂડ બ્લોગર પ્રશાંત વિજયવર્ગીય દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 2700 લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે, જો કે તમને આ વાનગી કેવી લાગી, તમે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો.

આ પણ વાંચો: e Shram Card Benefits: શું ખેડૂતોનું પણ બની શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ?

આ પણ વાંચો: Viral: ઉંડી ખીણની વચ્ચે ટ્રક ફસાઈ, પછી જે થયું તે જોઈ યુઝર્સે ડ્રાઈવરની હિંમતના કર્યા વખાણ

Next Article