Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો વાયરલ(Viral) થતા જોવા મળી રહ્યા છે.જેમાં ક્યારેક લગ્નનો ડાન્સ તો ક્યારેક દુલ્હા-દુલ્હનની (Bride-Groom) એન્ટ્રી લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનતા હોય છે.તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો સામે આવ્યો છે,જેમાં એક દુલ્હન લગ્ન કરવાનો ઈનકાર કરતી જોવા મળી રહી છે. જે પાછળનુ કારણ જાણીને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
આ કારણે દુલ્હને લગ્નની ના પાડી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દુલ્હન લગ્નના લહેંગામાં ખુબ જ સુંદર લાગી રહી છે.સામાન્ય રીતે ઈન્ટરનેટ પર દુલ્હન સંબધિત વીડિયો ખુબ જ પસંદ કરવામાં આવે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દુલ્હન તેના મિત્રોને કહે છે કે, તેની ચણિયાચોળી ખુબ જ ભારે છે જેને કારણે તે લગ્ન કરી શકશે નહી. આ સાંભળીને તેના મિત્રો અને આસપાસ ઉભેલા લોકો પણ હસવા લાગે છે. દુલ્હનનો આ ક્યુટ (Cute Video) અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે
લગ્નનો આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી witty_wedding નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, લહેંગાને કારણે લગ્નની કોણ ના પાડે..! જ્યારે અન્ય એક યુઝરે (Users) લખ્યુ કે,લગ્નમાં આટલા હેવી પોશાક ન પહેરવા જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: આ વ્યક્તિએ ATM તોડીને એક-પણ પૈસાની ન કરી ચોરી ! ઈમાનદારી જોઈને તમે પણ દંગ રહી જશો,જુઓ VIDEO