Viral Video: આ પૃથ્વી પર અનેક અજીબોગરીબ ઘટનાઓ બને છે, જે ચોંકાવનારી હોય છે. જ્વાળામુખી (Volcano) વિશે તમે સાંભળ્યું જ હશે. આ દુનિયામાં હજારો જ્વાળામુખી છે, જેમાંથી કેટલાક સક્રિય છે અને કેટલાક નિષ્ક્રિય છે. જો કે નિષ્ક્રિય જ્વાળામુખીથી કોઈ ખતરો નથી, જ્યારે સક્રિય જ્વાળામુખી (Active volcano) પર જવાનું તો દુર પણ સેંકડો કિલોમીટર વિસ્તારમાં પણ રહી શકાય નહીં. સક્રિય જ્વાળામુખીના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્વાળામુખીના ખાડાનો એક મોટો ભાગ અચાનક પડી જાય છે, જેમાંથી ભયાનક લાવા અને ધુમાડો નીકળતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હોરુર ક્રિસ્ટાલેફસન નામના ફોટોગ્રાફરે ડ્રોન (Drone) વડે આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. જ્વાળામુખીનો આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
જુઓ વીડિયો
Icelandic photographer Hörður Kristleifsson happened to be flying his drone over Fagradalsfjall volcanic crater when part of crater rim collapsed. “That part may look “small”, but it’s actually around the same size of a 5 story building! 🌋” (🎥:@h0rdur)pic.twitter.com/PT2PWJZsiK
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) November 23, 2021
જ્વાળામુખીનો આ શોકિંગ વીડિયો આઈસલેન્ડની રાજધાની રેકજાવિકથી લગભગ 40 કિલોમીટર દૂર ફાગરાડાલ્સફજાલ પર્વત પરથી શૂટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ જ્વાળામુખી આ વર્ષે 19 માર્ચે ફાટ્યો હતો. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર GoodNewsCorrespondent નામના ટ્વિટર એકાઉન્ટથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Viral Video : સોનાનું બર્ગર અને એ પણ ફ્રી ! બર્ગર માટે લાગી લાઈનો, શરત માત્ર એટલી જ કે……..
આ પણ વાંચો : ગજબ ! આ ગામના લોકો મકાનમાં રહેવાને બદલે રહે છે ગુફામાં, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
Published On - 5:19 pm, Sun, 28 November 21