Video : વિદેશમાં પણ ગુજરાતી કલાકારનો દબદબો ! ગીતા રબારીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

આ દિવોસમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકાર ગીતા રબારીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.ગીતા રબારીનો આ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Video : વિદેશમાં પણ ગુજરાતી કલાકારનો દબદબો ! ગીતા રબારીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ
Singer geeta rabari
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:29 AM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા(Social Media)  પર છવાઈ જાય છે.ઈન્ટરનેટ પર આવો જ એક વીડિયો હાલ ધમાલ મચાવી રહ્યો છે.સામાન્ય રીતે ગુજરાતી કલાકારોને(Geeta Rabari)  વિદેશમાં પણ દબદબો જોવા મળે છે.ઘણા ગુજરાતી કલાકારો વિદેશમાં પણ પોતાના સૂરથી દેશનુ નામ રોશન કરી રહ્યા છે.

‘તેરી મિટ્ટી’ સોંગ ગાઈને ગીતા રબારીએ જીત્યુ લોકોનુ દિલ

ગુજરાતી લોકપ્રિય કલાકાર ગીતા રબારીનો વીડિયો હાલ ઈન્ટરનેટ(Internet)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે, વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગીતા રબારી અમેરિકામાં ‘તેરી મિટ્ટી’ સોંગ ગાતા જોવા મળી રહ્યા છે.પોતાના અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરનાર ગુજરાતી કલાકાર ગીતા રબારીનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.ચાહકોને તેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

ચાહકોએ ગીતા રબારીને ગણાવી દેશની શાન

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(Facebook)  પરથી શેર કરવામાં આવ્યો છે. તમે ગીતા રબારીના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી પણ આ વીડિયો જોઈ શકો છો.આ વીડિયો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 20 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે. ચાહકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, તમારો અવાજ ખૂબ જ મધુર છે, તમે દેશનું ગૌરવ છો.જ્યારે અન્ય વધુ એક યુઝરે લખ્યુ કે, તમે વિદેશમાં પણ દેશનુ નામ રોશન કર્યુ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ(Users)  પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral Video : બાળકીએ પહેલી વાર પીધી કોલ્ડ ડ્રીંક, આપ્યા એવા રિએક્શન્સ કે વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : આ વ્યક્તિએ તેના બોસને બનાવ્યા ઉલ્લુ ! પાંચ વર્ષ સુધી લીધો મફતનો પગાર, જાણો સમગ્ર વિગત

Follow Us