Viral Video: વિદેશોમાં છવાયું ‘બિજલી-બિજલી’ ગીત, ગીત પર વાયોલિન વગાડતી છોકરીને જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત

આ શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર indianstereo નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 13.9 મિલિયન એટલે કે 22 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

Viral Video: વિદેશોમાં છવાયું બિજલી-બિજલી ગીત, ગીત પર વાયોલિન વગાડતી છોકરીને જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત
girl playing amazing violin viral video
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:49 AM

હવે બોલિવૂડના ગીતો માત્ર ભારત પૂરતા જ સીમિત નથી રહ્યા પરંતુ વિદેશોમાં પણ તેણે ધૂમ મચાવી છે. તમને ઘણા વિદેશીઓ જોવા મળશે જેમને બોલિવૂડ ગીતો ગમે છે. ભલે તે સૂરમાં ન ગાઈ શકે, પરંતુ તે પ્રયત્ન કરે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ (Viral Videos) થતા હોય છે. થોડા મહિના પહેલા જ તાંઝાનિયા સ્થિત કાઈલી પૉલ અને તેની બહેન નીમા પૉલે બૉલીવુડ ગીતો પર લિપ સિંક કરીને આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. જેની વડા પ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી હતી. આનાથી તમે સમજી શકો છો કે વિદેશમાં બોલિવૂડનો ક્રેઝ કેટલો છે. એક વિદેશી યુવતીનો વાયોલિન વગાડતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને સાંભળીને તમે ચોંકી જશો. તે એટલા માટે કારણ કે તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘બિજલી બિજલી’ (Bijlee Bijlee Song) પર છોકરીએ શાનદાર રીતે વાયોલિન વગાડ્યું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાર્ડી સંધુના ‘બિજલી-બિજલી’ ગીત પર એક નાની છોકરી કેવી રીતે સુંદર રીતે વાયોલિન વગાડી રહી છે. તેના શાનદાર પ્રદર્શનને જોવા માટે રસ્તા પર ભીડ જોવા મળે છે. કેટલાક લોકો ઉભા રહીને તેને વાયોલિન વગાડતા જોઈ રહ્યા છે, તો કેટલાક તેમના મોબાઈલના કેમેરામાં તેનું પ્રદર્શન રેકોર્ડ કરી રહ્યા છે. આ પંજાબી ગીત પર છોકરીએ ખૂબ સરસ વાયોલિન વગાડ્યું છે. આ સાંભળીને તમને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે આટલી નાની ઉંમરમાં આ છોકરી આટલી સારી રીતે વાયોલિન કેવી રીતે વગાડી રહી છે. યુવતીની આ અદભૂત પ્રતિભા લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે.

વીડિયો જુઓ:

આ વીડિયો અમેરિકાનો જણાવવામાં આવી રહ્યો છે. આ શાનદાર વીડિયોને indianstereo નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 13.9 મિલિયન એટલે કે 22 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જ્યારે 1.6 મિલિયન એટલે કે 16 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરને આ છોકરીનું વાયોલિન એટલું ગમ્યું કે, તેણે કોમેન્ટમાં તો કહી દીધું કે તે આ છોકરી પાસેથી વાયોલિન વગાડતા શીખશે. જ્યારે કેટલાક યુઝર્સને લાગે છે કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Viral: ક્લાસમાં બેઠા બાળકે કર્યું કંઈક એવું કે, વીડિયો જોઈ લોકોને આવી સ્કૂલના દિવસોની યાદ

આ પણ વાંચો: Viral: મહિલાએ લગ્નમાં એવો ડાન્સ કર્યો કે લોકો ચોકી ગયા, યુઝર્સે કહ્યું ‘જબરદસ્તી કરાવો એટલે આવો જ ડાન્સ થાય’

Published On - 8:47 am, Wed, 23 March 22